Western Times News

Gujarati News

રાજકોટ આયકર વિભાગને ટેક્સ પેટે રૂા. 11681 કરોડ રૂપિયા લેણાં બાકી

31st July 2022 last day for Incometax filing

અપીલમાં કેસો જતા રહ્યા બાદ રીકવરી મેળવવી પડકારજનકઃ ચીફ ઈન્કમટેક્સ કમિશનર જયંતકુમાર

રાજકોટ, ઈન્કમ ટેકસમાં કરની આકારણી થયા બાદ ટેકસ કલેકશન કરવાનું હોય ત્યારે મોટાભાગના લોકો એડિશનલ ટેકસ પછી અપીલમાં જાય છે તેના કારણે તેમની પાસેથી ટેકસની માત્ર ર૦ ટકા રકમ કલેકટ કરી શકીએ છીએ.

બાકીની રકમની ડિમાન્ડ સામે સ્ટે મળી જાય છે એ ડિપાર્ટમેન્ટ સામે પડકાર છે. Rajkot Income Tax Department Rs. 11681 crores of outstanding dues

કેટલાક કિસ્સામાં એકસ પાર્ટી એસેસમેન્ટ પછી જવાબ નથી આપતા- નથી આવતા, એવા કિસ્સામાં તેમને શોધીને ટેકસ વસૂલવો પણ ચેલેન્જરૂપ છે એમ સૌરાષ્ટ્ર-કચ્છ પ્રદેશના ચીફ ઈન્કમટેકસ કમિશનર જયંતકુમારે જણાવ્યું હતું તેમણે ઉમેર્યું હતું કે રાજકોટ આયકર વિભાગને ટેકસ પેટેના ૧૧૬૮૧ કરોડ રૂપિયા લેણાં બાકી છે.

રાજકોટમાં ચીફ ઈન્કમટેકસ કમિશનર તરીકે ચાર્જ સંભાળનાર જયંતકુમારે જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર-કચ્છ કાર્યક્ષેત્ર ધરાવતી રાજકોટ રીજીયોનલ કચેરીને આ વર્ષે ૩પ૮પ કરોડ રૂપિયાની ટેકસ રીકવરીના લક્ષ્યાંક આપવામાં આવ્યો છે જે ગત વર્ષ કરતા ૧૪ ટકા વધારે છે. જેમાંથી ઓગસ્ટ માસ સુધીમાં ૩ર૮ કરોડ રૂપિયાનું નેટ કલેકશન થયું છે ગ્રોસ કલેકશન ૯૮૦ કરોડ રૂપિયા હતું ગત વર્ષ કચેરીએ ૯૦ ટકા લક્ષ્યાંક સિદ્ધ કર્યો હતો.

રાજકોટ આયકર વિભાગની કચેરી હેઠળ ચાલુ આકારણી વર્ષ અત્યાર સુધીમાં ૧ર લાખ ૭પ હજાર રીટર્ન ફાઈલ થયા છે. અહીયા એગ્રો બેઈઝ ઈન્ડસ્ટ્રી, એન્જિનિયરીંગ ગુડઝ, ઓઈલ, કોટન જીનિંગ, જ્વેલરી, સિરામિક, કચ્છમાં મીઠાના ઉત્પાદકો વગેરે મોટા કરદાતાઓ રહ્યા છે. હાલમાં અર્થતંત્ર પુરપાટ દોડતું હોવાથી કરની આવકમાં વધારો થયો છે.

જાેકે અહીંયા વ્યક્તિગત કરદાતા કરતા કંપનીઓ-સંસ્થાના કરની આવક વધી જાય છે ઈન્કમ ટેકસના માળખામાં ત્રણેક વર્ષથી બદલાવ આવ્યો છે. એસેસમેન્ટ કામ ઈન્ટરનેટના માધ્યમથી સવાલ પુછીને કરી શકાય છે. સીપીસી (સેન્ટ્રલ પ્રોસેસિં યુનિટ)થી રિટર્ન ફાઈલ થાય છે જેથી દરેક રીટર્ન ઝડપથી પ્રોસેસ થઈજાય છે અને એસેસીના બેંક ખાતામાં જમા થઈ જાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.