Western Times News

Gujarati News

રિલીઝના ૨૫ દિવસ પછી પણ બોક્સ ઓફિસ પર જવાનનો જલવો

મુંબઈ, શાહરૂખ ખાનની ફિલ્મ ‘ જવાન’ની લોકપ્રિયતા અટકી રહી નથી. ફિલ્મ રિલીઝ થયાને લગભગ એક મહિનો થઈ ગયો છે, પરંતુ આજે પણ તે બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે. જવાનને દર્શકોનો ઘણો પ્રેમ મળી રહ્યો છે.

ફુકરે ૩, ધ વેક્સિન વોર અને ચંદ્રમુખી-૨ જેવી હાલ રિલીઝ થયેલ ફિલ્મોને પણ ‘ જવાન ‘ જાેરદાર ટક્કર આપી રહ્યું છે. જાે આપણે જવાનની કમાણી વિશે વાત કરીએ, તો મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, બોક્સ ઓફિસ પર ફિલ્મે ૬૦૦ કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે .

રિપોર્ટ અનુસાર જવાનનું પ્રથમ સપ્તાહનું કલેક્શન ૩૮૯.૮૮ કરોડ હતું. ફિલ્મે તેના બીજા સપ્તાહમાં ૧૩૬.૧ કરોડની કમાણી કરી હતી. તેના ત્રીજા સપ્તાહમાં જવાને રૂ. ૫૨.૦૬ કરોડની કમાણી કરી હતી. ૨૩માં દિવસે જવાને ૫.૦૫ કરોડની કમાણી કરી હતી.

૨૪માં દિવસે ૮.૫ કરોડની કમાણી કરી. પ્રારંભિક અંદાજ મુજબ, ‘જવાન’ એ તેના ૨૫માં દિવસે ભારતમાં તમામ ભાષાઓમાં ૮.૮૦ કરોડની કમાણી કરી હતી. અત્યાર સુધી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ૬૦૪.૨૫ કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.

આ સાથે જ ફિલ્મ ‘જવાન’ વર્લ્ડવાઈડ કલેક્શનમાં રૂ. ૧,૦૦૦ કરોડનો આંકડો વટાવી ચૂકી છે. ૨૫માં દિવસે ફિલ્મે કુલ ૧,૦૬૮.૫૮ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. નોંધનીય છે કે તમિલ ફિલ્મ નિર્માતા એટલી દ્વારા નિર્દેશિત ‘જવાન’ હિન્દી, તમિલ અને તેલુગુમાં ૭ સપ્ટેમ્બરે વિશ્વભરમાં રિલીઝ થઈ હતી.

હાઇ-ઓક્ટેન એક્શન થ્રિલરમાં નયનતારા અને વિજય સેતુપતિ સાથે દીપિકા પાદુકોણ પણ ખાસ ભૂમિકામાં છે. આ ફિલ્મમાં સંજય દત્તની સાથે સાન્યા મલ્હોત્રા, પ્રિયમણી, ગિરિજા ઓક, સંજીતા ભટ્ટાચાર્ય, લહર ખાન, આલિયા કુરેશી, રિદ્ધિ ડોગરા, સુનીલ ગ્રોવર અને મુકેશ છાબરા મુખ્ય ભૂમિકામાં છે. ‘જવાન’ દેશની સૌથી વધુ કમાણી કરનારી હિન્દી ફિલ્મ બની છે. એક્શન થ્રિલર ફિલ્મે સની દેઓલ અને અમીષા પટેલ-સ્ટારર ગદર ૨ ના લાઈફટાઈમ કલેક્શનને પાછળ છોડી દીધું છે.

નોંધનીય છે કે ‘જવાન’ની સફળતા બાદ શાહરૂખ ખાન હવે પોતાની આગામી ફિલ્મ ‘ડંકી’ લાવવાની તૈયારી કરી રહ્યો છે. આ ફિલ્મ ક્રિસમસ પર સિનેમાઘરોમાં રિલીઝ થશે. રાજકુમાર હિરાણી આ ફિલ્મનું નિર્દેશન કરી રહ્યા છે. ફિલ્મમાં કિંગ ખાન સાથે તાપસી પન્નુ લીડ રોલમાં જાેવા મળશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.