Western Times News

Gujarati News

અમદાવાદના 350 સ્પા પૈકી 215 સ્પામાં પોલિસે તપાસ હાથ ધરી

પ્રતિકાત્મક

સ્પામાં કામ કરતી મહિલાના વીડિયો બાદ અમદાવાદના સ્પા સંચાલકો સામે તવાઈ

(એજન્સી)અમદાવાદ,  સિંધુભવન રોડ પર સ્પામાં કામ કરતી મહિલાના વાયરલ થયેલા વિડિયો બાદ અમદાવાદ શહેર પોલીસ સફાળી જાગી છે. ત્યારે શહેર પોલીસે શહેરના ૩૫૦ સ્પા પૈકી ૨૧૫ સ્પામાં તપાસ હાથ ધરી હતી. જેમાં ૨૪ સ્પા પર કાયદેસરની કાર્યવાહી કરી છે.

થોડા દિવસ અગાઉ સિંધુભવન રોડ પર સ્પાની મહિલા કર્મચારીને મારમારતો વિડીયો વાયરલ થયા બાદ અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર દ્વારા અમદાવાદ શહેરમાં આવેલ સ્પા તથા મસાજ પાર્લરમાં ગેરકાયદેસરની પ્રવૃત્તિ થતી અટકાવવા માટે સુચના આપવામા આવી છે. જેને લઈને અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારમાં ચાલતા મસાજ પાર્લર તથા સ્પામાં તપાસ હાથ ધરાઇ.

રાજ્ય સરકારની કડક સુચના બાદ અમદાવાદ શહેર પોલીસ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં કુલ ૨૪ જેટલા સ્પા અને મસાજ સેન્ટર માં પોલીસ કમિશનરના જાહેરનામાના બદલ ફરિયાદ ફરિયાદ નોંધાઇ છે.

આવનાર દિવસોમાં પણ સપરાઈઝ સ્પા અને મસાજ સેન્ટરમાં શહેર પોલીસ તપાસ કરશે. વારંવાર અને મસાજ સેન્ટરના નામે અનૈતિક પ્રવૃત્તિ ચાલતી હોવાના કિસ્સા સામે આવી ચૂક્યા છે, ત્યારે આ અનૈતિક પ્રવૃત્તિને નાબૂદ કરવા માટે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.

અમદાવાદ શહેરમાં અંદાજે ૩૫૦ જેટલા અને મસાજ સેન્ટર કાર્યરત છે. જેમાં નિયમ પ્રમાણે કામ કરતા કર્મચારીઓ ઉપરાંત ખાસ રાજ્ય અથવા તો રાજ્ય બહારની કે વિદેશની મહિલા ઓની વિગત પોલીસ સ્ટેશનને જાણ કરવાની હોય છે. પરંતુ આવી વીગતોની જાણ ન કરવા બદલ જાહેરનામાના બદલ ફરિયાદ નોંધાઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.