Western Times News

Gujarati News

ઈઝરાયલમાં ફસાયા છે વડોદરાના 250 કરતા વધુ લોકો

ભારત સરકાર એરલિફ્ટ કરે તેવી પરિવારજનોની માંગ

વડોદરા, ઇઝરાયલમાં હમાસના હુમલાને પગલે વડોદરાના ૨૫૦ કરતા વધુ લોકો ફસાયા છે. ફસાયેલા લોકોમાં મોટા ભાગે મહીલાઓનો સમાવેશ થાય છે. આ લોકો મોટા ભાગે નર્સિંગ અને કેરટેકરના વ્યવસાય સાથે સંકળાયેલા છે. જેમાં ઇઝરાયલની હોસ્પિટલોમાં વર્ષોથી નર્સિંગનું કામ વડોદરાની મહીલાઓ કરે છે.

હાલ ઈઝરાયલમાં જે ઘટનાક્રમો થઈ રહ્યા છે તેને લઇને ગુજરાતી મહિલાઓના પરિવારોની ચીંતા વધી છે. વડોદરાના છાણી વિસ્તારમાં રહેતા રીટાબેન મેકવાન છેલ્લા ૮ વર્ષથી ઇઝરાયલના નતાનીયા શહેરમાં રહે છે,

જ્યાં ઈઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે હાલત તણાવ વધ્યો છે. આ બન્ને દેશો વચ્ચેના સબંધો ખૂબ ખરાબ થઈ ગયા છે, જેથી ઘણા ગુજરાતીઓ લોકો ત્યાં ફસાઈ જતા પરિવારોની ચિંતા વધી છે.

આ અંગે રીટાબેનના સંતાનોએ જણાવ્યુ હતુ કે સામાન્ય રીતે ઈઝરાયલના શહેરો પર હમાસ દ્વારા રોકેટ હુમલા કરવામાં આવે તો તેમની માતાના મોબાઈલ પર એલર્ટ મેસેજ આવી જતા હતા, જેથી માતા રીટાબહેન સુરક્ષીત બંકરોમાં જતાં રહેતા હતા.

પરંતુ બે દિવસ આગાઉ હમાસ દ્વારા જે રીતે હજારોની સંખ્યામાં રોકેટો છોડ્યા અને એલર્ટ સિસ્ટમ નિષ્ફળ ગઈ અને ઈઝરાયલના લોકો અચાનક આવેલી આફતથી ડરી ગયા, કોઈ પ્રકારનું એલર્ટ મળ્યા વગર અચાનક રોકોટ સહીતના હુમલાઓ થયા સર્વત્ર ડરનો માહોલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.