Western Times News

Gujarati News

યુવકે મહિલા સાથે મિત્રતા કેળવી-અશ્લીલ વીડિયો બનાવી શારીરિક શોષણ કર્યુ

પ્રતિકાત્મક

ઘર નજીક રહેતી મહિલા પર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઈ -પોલીસે આરોપીને ઝડપી લઈને તપાસની કાર્યવાહી શરુ કરી

(એજન્સી)અમદાવાદ, અમદાવાદમાં એક યુવાને પોતાના જ ઘર નજીક રહેતી મહિલા પર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઈ છે. મહિલાની સાથે શરુઆતમાં તો મિત્રતા કેળવી હતી અને ધીરે ધીરે આગળ વધારતા જઈ તેણે મહિલાનો અશ્લીલ વીડિયો અને તસ્વીરો મેળવી લઈ શારીરિક શોષણ કરવા લાગ્યો હતો.

મહિલાની સાથે તે દુષ્કર્મ આચરવા લાગ્યો હતો. આખરે વધારે પરેશાન કરવાની શરુઆત કરતા મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવતા મામલો પ્રકાશમાં આવ્યો હતો.

અમદાવાદમાં એક યુવાને પોતાના જ ઘર નજીક રહેતી મહિલા પર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઈ છે. મહિલાની સાથે શરુઆતમાં તો મિત્રતા કેળવી હતી અને ધીરે ધીરે આગળ વધારતા જઈ તેણે મહિલાનો અશ્લીલ વીડિયો અને તસ્વીરો મેળવી લઈ શારીરિક શોષણ કરવા લાગ્યો હતો. મહિલાની સાથે તે દુષ્કર્મ આચરવા લાગ્યો હતો.

આખરે વધારે પરેશાન કરવાની શરુઆત કરતા મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવતા મામલો પ્રકાશમાં આવ્યો હતો. એલિસ બ્રિજ પોલીસ મથકે આ અંગે ફરિયાદ નોંધાવ્યા બાદ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી પાસે મહિલાના કેટલા ફોટોગ્રાફ અને વીડિયો છે, તે અંગેની પણ પોલીસે તપાસ શરુ કરી છે. પોલીસે આરોપીને ઝડપી લઈને તપાસની કાર્યવાહી શરુ કરી છે. આમ આરોપી જેલના હવાલે કરવામાં આવ્યો છે.

પોલીસ કસ્ટડીમાં જાેવા મળતા આરોપી કલ્પેશ ઉર્ફે કપિલ ચાવડા એ પાડોશમાં રહેતી મહિલા સાથે મિત્રતા કરીને દુષ્કર્મ આચર્યું છે. એલિસબ્રિજ વિસ્તારમાં રહેતી પરણિત મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, તેના પાડોશી કલ્પેશ ચાવડાએ મિત્રતા કરીને તેની સાથે દુષ્કર્મ આચર્યું. ત્યાર બાદ અંગત ફોટોગ્રાફ જાહેર કરવાની ધમકી આપી હોવાનું તપાસમાં ખુલ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.