Western Times News

Gujarati News

હમાસે ઈઝરાયલમાં 40 નવજાત બાળકોની હત્યા કરી

પ્રતિકાત્મક

તેલ અવીવ, સ્વતંત્રતાના જંગના નામે હમાસના આતંકીઓએ ઈઝરાયેલમાં આચરેલી ક્રુરતાની દિલ દહેલાવનારી હકીકતો હવે દુનિયા સમક્ષ આવી રહી છે.

ઈઝરાયેલના સુરક્ષા દળના જવાનો દ્વારા આતંકીઓના હુમલા બાદ શું સ્થિતિ હતી તે જાેવા માટે વિદેશી પત્રકારોને કફાર અઝા નામના વિસ્તારમાં લઈ જવાયા હતા. પત્રકારોને ઈઝરાયેલી સેનાના જવાનોએ સંરક્ષણ પુરુ પાડ્યુ હતુ.

સ્થાનિક સુરક્ષા ટીમના પ્રમુખે પત્રકારોને કહ્યુ હતુ કે, અહીંની એક માળની બિલ્ડિંગ એ વાતનો પૂરાવો છે કે, હુમલો કેટલો ભયાનક હતો. આ કોઈ યુધ્ધ સ્થળ નથી. આતંકીઓએ અહીં રહેનારાઓને દર્દનાક મોત આપી છે. આ યુધ્ધ નથી પણ હત્યાકાંડ છે.

આ અધિકારીએ કહ્યુ હતુ કે, અહીંયા જે દ્રશ્યો મેં જાેયા છે તે હું ક્યારેય ભુલી નહીં શકુ. અહીંયા મને ૪૦ નવજાત બાળકોના મૃતદેહ મળ્યા છે અને તેમાંથી કેટલાકના તો ગળા કાપવામાં આવ્યા હતા. દરમિયાન જાણકારોનુ કહેવુ છે કે, ઈઝરાયેલે હજી સુધી પોતાના દેશના પત્રકારોને હુમલાના સ્થળની મુલાકાત લેવાની પરવાનગી આપી નથી.

તેના પહેલા તે વિદેશી પત્રકારોને સ્થળ પર લઈ જઈ રહ્યુ છે. જે દર્શાવે છે કે, ઈઝરાયેલ દુનિયામાં પણ પોતાની તરફેણમાં લોક મત ઉભો થાય તેવા પ્રયાસો કરી રહ્યુ છે.

ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સીસે કહ્યુ હતુ કે, અમે ગાઝા પટ્ટી સાથે જાેડાયેલી બોર્ડર પર નિયંત્રણ મેળવી લીધુ છે. હજી પણ કેટલાક આંતકીઓ ઈઝરાયેલમાં સંતાયેલા હોવાની શક્યતા છે. તેમને શોધવા માટેનુ અભિયાન ચાલી રહ્યુ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.