Western Times News

Gujarati News

યુવતિનું અપહરણ કરનાર ગૌરક્ષક આગેવાનનો પુત્ર ઝડપાયો

ગૌરક્ષક આગેવાનોને પુત્ર જીપમાં અપહરણ કરી ફરાર થઈ ગયાની ફરીયાદ નોધાવવામાં આવતા પોલીસે ગુનો નોધી શોધખોળ શરૂ કરી

બોટાદ, બોટાદમાં રહેતા પરીવારની પુત્રી રાત્રીના ઘર બહાર એઠવાડ ફેકવા નીકળ્યા બાદ બોટાદમાં રહેતા ગૌરક્ષક આગેવાનોને પુત્ર જીપમાં અપહરણ કરી ફરાર થઈ ગયાની ફરીયાદ નોધાવવામાં આવતા પોલીસે ગુનો નોધી શોધખોળ શરૂ કરી હીત. અને બાબરા પાસે પોલીસની જીપને અડફેટે લઈ નાસી છૂટયા બાદ પોલીસે જીપચાલક ગૌરક્ષક આગેવાનોના પુત્રને યુવતી સાથે ઝડપી લીધો હતો.

આ અંગેની વિગત એવી છે કે બોટાદમાં રહેતી યુવતી રાત્રીનાં ઘર બહાર એઠવાડ ફેકવા નીકળ્યા બાદ પાળીયાદ રોડ પર શુભમ કોમ્પ્લેક્ષમાં રહેતા અને ગૌરક્ષક આગેવાનનો પુતુર જયરાજ ઉર્ફે જડુ સામત જેબલીયા નામનો શખ્સ જીપમાં અપહરણ કરી ફરાર થઈ ગયો હતો. આ બનાવ અંગેની જાણ થતાં યુવતીના ભાઈએ બાઈકમાં પીછો કરતા જયરાજ ઉર્ફે જડુએ બાઈકને જીપ અડફેટે લઈ નાસી છૂટયો હતો.

આ અંગે પોલીસે યુવતીના ભાઈની ફરીયાદ પરથી જયરાજ ઉફે જડુ સામત જેબલીયા વિરૂધ્ધ ગુનો નોધી શોધખોળળ શરૂ કરી હતી. દરમ્યાન જીલ્લાભરમાં નાકાબંધી કરાવવામાં આવી હતી અને બાબરા નજીક પોલીસે યુવતીનું અપહરણ કરી નાસી છૂટેલા જયરાજ ઉર્ફે જડુને અટકાવવાનો પ્રયાસ કરતા પોલીસની સરકારી જીપને અડફેટેલઈ નાસી છુટયો હતો.

અને પોલીસે પીછો કરી જયરાજ ઉર્ફે જડુને યુવતી સાથે ઝડપી લીધો હતો. પોલીસે સરકારી જીપને અડફેટે લેતા જયરાજ ઉર્ફે જડુ અને તેના સાગરીત વિરૂધ ગુનો નોોધ્યો હતો. પોલીસે જયરાજ ઉર્ફે જડુ અને યુવતીને બોટાદ પોલીસને હવાલે કર્યા હતા. પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.