Western Times News

Gujarati News

તેલ અવીવમાં સાયરન વાગતા નેતન્યાહૂ અને બ્લિંકનને બંકરમાં છૂપાવવું પડ્યુ

નવી દિલ્હી, ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. એક તરફ ઈઝરાયલની સેના ગાઝા પટ્ટી પર બોમ્બમારો કરી રહી છે તો બીજી તરફ હમાસ તરફથી ઈઝરાયલ પર રોકેટ છોડવામાં આવી રહ્યા છે.

દરમિયાન સોમવારે તેલ અવીવમાં રોકેટ હુમલાની આશંકા વચ્ચે સાયરન વાગતાં ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અને અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને થોડો સમય બંકરમાં છૂપાઈ જવું પડ્યું હતું. બ્લિંકન હાલમાં યુદ્ધને રોકવા માટે મિડલ ઇસ્ટના પ્રવાસ પર છે.

અમેરિકી વિદેશ વિભાગના પ્રવક્તા મેથ્યુ મિલરે જણાવ્યું કે ઈઝરાયલની મુલાકાતે ગયેલા બ્લિંકન અને નેતન્યાહૂ સંરક્ષણ મંત્રાલયના કમાન્ડ સેન્ટરમાં બેઠક કરી રહ્યા હતા ત્યારે હવાઈ હુમલાને લઇને સાયરન વાગ્યું હતું. જેના કારણે તેણે પાંચ મિનિટ સુધી બંકરમાં જવું પડ્યું. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, બ્લિંકન અને નેતન્યાહૂ તેલ અવીવમાં ઈઝરાયલના અધિકારીઓ સાથે મુલાકાત કરી રહ્યા હતા.

આ સમય દરમિયાન, વડાપ્રધાન કાર્યાલયની નજીક સાયરન વાગવા લાગ્યા હતા જે રોકેટના જાેખમની ચેતવણી આપતા હતા. અમેરિકી પ્રતિનિધિમંડળની સાથે આવેલા અધિકારીઓ અને પત્રકારોને પણ સુરક્ષિત બંકરમાં લઇ જવામાં આવ્યા હતા. ઈઝરાયલના શહેરો પર રોકેટ હુમલાના કારણે રવિવારે ફરી એકવાર અમેરિકન સેનેટરોની પ્રેસ કોન્ફરન્સમાં વિલંબ થયો હતો.

મીડિયા અહેવાલો અનુસાર, રવિવારે મોડી સાંજે ઇઝરાયલના શહેરો તેલ-અવીવ, હોલોન, રામત ગાન, રિશોન લેઝિઓન અને બીટ ડેગનમાં સાયરનનો અવાજ સંભળાયો હતો. જેના કારણે સાંજે ૭ વાગ્યે યોજાનારી યુએસ સેનેટરોની પ્રેસ કોન્ફરન્સમાં વિલંબ થયો હતો. અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બાઇડન ટૂંક સમયમાં ઈઝરાયલની મુલાકાત લઈ શકે છે.

ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ તેમને આમંત્રણ આપ્યું છે. આ માહિતી આપતા ઇઝરાયલના વડા પ્રધાન કાર્યાલયના પ્રવક્તા તાલ હેનરિચે રાષ્ટ્રપતિ બાઇડન મુલાકાત લે તેવી આશા વ્યક્ત કરી હતી. જાેકે, રાષ્ટ્રપતિ બાઇડનની મુલાકાતની સંભવિત તારીખ વિશે ઈઝરાયલ કે અમેરિકા દ્વારા કંઈ કહેવામાં આવ્યું નથી. ઉલ્લેખનીય છે કે હમાસના હુમલા બાદ અમેરિકાના રક્ષા મંત્રી લોયડ ઓસ્ટિન અને વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન ઈઝરાયલની મુલાકાતે ગયા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.