Western Times News

Gujarati News

દાણીલીમડામાં 16 રહેણાંક પ્રકારનાં ગેરકાયદે બાંધકામ જમીનદોસ્ત

પ્રતિકાત્મક

ઓઢવમાં ચાર કોમર્શિયલ પ્રકારનાં બાંધકામ તોડી ન્ંખાયા

(એજન્સી) અમદાવાદ, મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશો દ્વારા શહેરમાં સતત ઓપરેશન ડિમોલિશન હાથ ધરાઈ રહ્યું છે. તંત્રના એસ્ટેટ વિભાગની ટીમ જે તે વિસ્તારમાં આવેલા ગેરકાયદે બાંધકામ પર કોઈપણ જાતની શેહશરમ વગર હથોડા ઝીંકી રહી છે. આ કામગીરી હેઠળ ગઈકાલે દક્ષિણ ઝોનના બહેરામપુરા વોર્ડમાં મેગા ડિમોલિશન હાથ ધરાયું હતું.

તંત્રે બહેરામપુરા વિસ્તારની અહેમદી મસ્જિદની સામે રહેણાક પ્રકારના ૧૬ યુનિટના ગેરકાયદે બાંધકામને જમીનદોસ્ત કર્યા હતાં.

બહેરામપુરા વોર્ડમાં ટીપી સ્કીમ નં.૩૭ (દાણીલીમડા) સેકટર-૩, ફાઈનલ પ્લોટ નં.૭માં બહેરામપુરા વિસ્તારમાં આવેલા પટેલ મેદાન રોડ પરની અહેમદી મસ્જિદ સામે ર,૯૧૦ ચોરસફૂટ ક્ષેત્રફળમાં ગ્રાઉન્ડ ફલોરથી ત્રીજા માળ સુધી રહેણાક પ્રકારના ૧૬ યુનિટ ગેરકાયદે બાંધી દેવાયા હતા.

આ ગેરકાયદે બાંધકામ સામે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જીપીએમસી એકટ-૧૯૪૯ હેઠળ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી હતી, જાેકે આ સંદર્ભે બાંધકામકર્તાએ હાઈકોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. હાઈકોર્ટમાં દાખલ થયેલા કેસનો નિકાલ મ્યુનિસિપલ તંત્રની તરફેણમાં આવતા સત્તાવાળાઓએ ઓપરેશન ડિમોલિશન હાથ ધર્યું હતું.

દાણીલીમડા પોલીસ સ્ટેશનના બંદોબસ્ત સાથે એસ્ટેટ વિભાગની દબાણવાન, બ્રેકર તથા ખાનગી કોન્ટ્રાકટરના મજૂરોની મદદથી આ ગેરકાયદે બાંધકામ જમીનદોસ્ત કરવામાં આવ્યું હતું. જયારે લાંભા વોર્ડમાં ટીપી સ્કીમ નં.૮પ (વટવા-પ) ફાઈનલ પ્લોટ નં.૮૧ પૈકીમાં વટવા ગામના ઠાકોરવાસ સામે અંદાજિત ૧,રપ૦ ચોરસફૂટ ક્ષેત્રફળમાં રહેણાક પ્રકારનું એક યુનિટ ગેરકાયદે બાંધી દેવાયું હતું

તેની સામે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જીપીએમસી એકટ હેઠળ કાયદેસર કાર્યવાહી કરાઈ હતી, પરંતુ બાંધકામકર્તાએ સ્વેચ્છાએ બાંધકામ દૂર ન કરતાં એસ્ટેટ વિભાગે જેસીબી ખાનગી કોન્ટ્રાકટરના મજૂરોની મદદથી તેને તોડી નાખ્યું હતું. આ ઉપરાંત ખોખરા વોર્ડમાં ટીપી સ્કીમ નં.રપમાં ઈશ્વરકૃપા સોસાયટીથી ૧૩ર ફૂટ રિંગરોડ સુધીના ૧ર.પ મીટર પહોળાઈના ટીપી રોડ પર આવતા છ

કાચાં ઝૂંપડા, નવ કોમર્શિયલ દુકાનના ઓટલા અને ચાર એકસ્ટેન્શન પ્રકારના બાંધકામ દૂર કરાયા હતાં. સત્તાવાળાઓએ જેસીબી તથા પોલીસ બંદોબસ્ત હેઠળ આ તમામ બાંધકામ દૂર કરીને આશરે ૧૦૮ મીટર લંબાઈનો ટીપી રોડ ખુલ્લો કર્યો હતો. પૂર્વ ઝોનના ઓઢવ વોર્ડમાં ટીપી સ્કીમ નં.૪૩ (ઓઢવ)ના એફપી-૧ર૦માં આવેલા ઓઢવ સ્મશાન રોડ પરના માતૃ એસ્ટેટના શેડ નં.૩૩, ૩૪, ૩પ અને ૩૬માં કોમર્શિયલ પ્રકારના ચાર યુનિટનું બાંધકામ ગેરકાયદે ઉભું કરાયું હતું.

આશરે ૬૦૦ ચોરસ મીટરના આ બાંધકામને પૂર્વ ઝોનના એસ્ટેટ વિભાગના સ્ટાફ દ્વારા ગેસ કટર, બ્રેકર, દબાણવાન અને ખાનગી કોન્ટ્રાકટરના મજૂરોની મદદથી તોડી નખાયું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.