Western Times News

Gujarati News

દરોગા હપ્પુ સિંહે મેળવી નવરાત્રિના અવસરે દર્શકો પાસેથી ભરપૂર પ્રેમની ન્યૌછાવર!

નવરાત્રિ ભારતમાં સૌથી પવિત્ર તહેવારમાંથી એક છે, જે અનેક રાજ્યોમાં હર્ષોલ્લાસ સાથે ઊજવવામાં આવે છે. મધ્ય પ્રદેશમાં આ ઉત્સવ ભવ્ય રીતે ઊજવવામાં આવે છે, જ્યાં ભક્તો નવ દિવસના ઉપવાસ રાખે છે, દેવી દુર્ગાનાં નવ અલગ અલગ રૂપની પૂજા કરે છે અને સ્થાનિક દાંડિયા ગ્રાઉન્ડ્સમાં વહાલાજનો સાથે ભેગા થઈને રમે છે. Daroga Happu Singh ne batori Navaratri ke utsav mein darshakon se dher saari pyaar ki nyochavar!

આ વર્ષે એન્ડટીવી પર હપ્પુ કી ઉલટનપલટનમાં દરોગા હપ્પુ સિંહ તરીકે ભૂમિકા ભજવતો યોગેશ ત્રિપાઠી મધ્ય પ્રદેશમાં તહેવારની ઉજવણી માટે જોડાયો હતો. તે ગ્વાલિયરમાં ગયો હતો અને સ્થાનિક તહેવારના જોશમાં પોતાને તરબોળ કરી દેવા સાથે ગરબા દરમિયાન દરેક સાથે નૃત્ય પણ કરતો જોવા મળ્યો હતો. નવરાત્રિની ઉજવણી દરમિયાન અભિનેતા પોતાના અનુભવ વિશે કાંઈક આવું કહે છે.

દરોગા હપ્પુ સિંહ તરીકે વિખ્યાત યોગેશ ત્રિપાઠી રોમાંચ વ્યક્ત કરતાં કહે છે, “ગ્વાલિયરે તેના ઉત્સવી ચમત્કાર સાથે મારું મન ખરા અર્થમાં જીતી લીધું હતું. ગયા વર્ષે નવરાત્રિ દરમિયાન શહેરમાં સ્વર્ણિમ ઊર્જા જોઈને છક થઈ ગયો હતો. નવરાત્રિની ઉજવણીમાં આ વર્ષે પાછો આવ્યો તે અનુભવ અદભુત રહ્યો.

મારી પર પ્રેમ અને ઉષ્માની જે વર્ષા થઈ તેનાથી હું સ્તબ્ધ થઈ ગયો હતો. લોકોને ભેગા થતાં અને નૃત્ય કરતાં, પારંપરિક પોશાકમાં ગરબા રમતા જોઈને બેસુમાર ખુશી થઈ અને આ ઊર્જા મારી ભીતર પણ આવી હતી. હું બધાને જોઈને રોમાંચિત થયો હતો અને પોતાને તહેવારના જોશમાં ડુબાડી દીધો હતો.

હપ્પુ કી ઉલટન પલટનમાં દરોગા હપ્પુ સિંહના મારા પાત્ર માટે લોકોનો પ્રેમ એ જોઈને સિદ્ધ થયો કે ઘણા બધા લોકો મને રમતિયાળ રીતે બુંદેલખંડી બોલીમાં બોલવા માટે આગ્રહ કરવા લાગ્યા હતા. અમુકે પૂછ્યું, કિતની ન્યૌછાવર લેંગે આપ? (હસે છે)’ મેં રમતિયાળ રીતે ઉત્તર આપ્યો, ‘ઈસ બાર બસ પ્યાર કી ન્યૌછાવર લેંગે હમ.’

ગ્વાલિયરનું સમૃદ્ધ ઐતિહાસિક વાતાવરણ, લોકોનો આવકારવાનો સ્વભાવે મારી મુલાકાત અવિસ્મરણીય બનાવી દીધી. અદભુત ગ્વાલિયરનો કિલ્લો જોવા સાથે સ્થાનિક હેન્ડિક્રાફ્ટ્સ અને ટેક્સટાઈલ્સ માટે ધમધમતી પાટણકર બજારમાં ફરવાની ખુશી અનેરી હતી.

ખાવાનો શોખીન હોવાથી મેં સ્વીટ ઈમાર્તિસ, ક્રિસ્પી કચોરીઓ અને પૌઆ જલેબી ખાધા હતા. આ ટ્રિપ મારા મનમાં કાયમ માટે વિશેષ સ્થાન ધરાવશે અને હું ફરી એક વાર ઉત્સવી વાતાવરણમાં ગ્વાલિયરની મુલાકાત લેવા માટે ઉત્સુક છું. “


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.