Western Times News

Gujarati News

કુતરા, કબૂતર, ચકલા, ગાય, ભેસ, નાગ આ બધા કર્મ ફળ છે

સાબરકાંઠાના દેત્રોલ ગામે પૂજ્ય રામજીબાપાનો સત્સંગ યોજાયો

(તસ્વીરઃ કૌશિક પટેલ, મોડાસા) સાબરકાંઠાના દેત્રોલ ગામે શ્રીમદ્દ રામજીબાપા (ધોલવાણીવાળા)નો સત્સંગ યોજાયો હતો. તારીખ ૩૧-૧૦-૨૦૨૩ ને મંગળવારે દેત્રોલી મુકામે પૂજ્ય રામજીબાપાની નિર્વાણતિથિ નિમિત્તે સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં પરમ પૂજ્ય શ્રીમદ રામજીબાપાએ અમૃતવચનો રેલાવતા જણાવ્યું કે બધામાં પરમાત્મા બિરાજમાન છે એ ભાવ આગળ રાખી ભક્તિ કરો .અન્ય ઉપસ્થિત સંત્સંગીઓ એ કહ્યું જે દગુરુ ભગવાન શ્રીમદ્દ રામજીબાપાના દિવ્ય વચનનો પ્રતાપ આજે ય દેખાય છે .જે રામજીબાપા ધોલવાણી વાળા બાવજીના વચનોમાં પ્રગટ થાય છે.

પૂજ્ય રામજીબાપાએ જણાવ્યું કે શરીર પણ આપણું નથી તો બીજું તો આપણું ક્યાંથી થશે? આપણે માન મેળવવા મથીએ છીએ, મોટાઇ મેળવવા મથીએ છીએ. લોકો મારી વાહ વાહ કરે ને માન આપે એ તો ભક્તિનો માર્ગ નથી માન મૂકીને ભક્તિ કરવાની છે .બિલકુલ નાના થઈ જવાનું છે મહેમાનગતિએ આવ્યા હોઈએ એમ થઈને જીવન જીવવાનું છે. આ બધું તો પરમાત્માનું છે મને બે ચાર દિવસ ભગવાને ભોગવવા આપ્યું છે

જેથી રાગ દ્વેષ વગર ભોગવીને પરમાત્માનું પરમાત્માને અર્પણ કરી દેવાનું છે મોટા,નાના,કાળા, ગોળા એ બધા જુદા જુદા ઘાટ છે ..પણ બધામાં પરમાત્મા બિરાજમાન છે એ ભાવ આગળ રાખી ભક્તિ કરો તો સહેલામાં સહેલી છે.

એથી સહેલું બીજું કોઈ નથી કુતરા કબૂતર ચકલા ગાય, ભેસ, નાગ આ બધા કર્મ ફળ છે આ બાદ કરતાં જે આબાદ સ્વરૂપ રહે તે અજર અમર પરમાત્મા છે એની સત્તાથી આ બધું થાય છે એ પરમાત્મામાં સ્થિર થવાનું છે અને એમની ભક્તિ કરવાની છે આત્માની અનંત શક્તિનો વિશ્વાસ આવે તો જ તમારી ભક્તિ સાચી એમ સમજવું એમ જણાવ્યું હતું.

આ અવસરેપૂજ્ય શ્રી હરિપ્રસાદ ,પરમ પૂજ્ય પ્રકાશ પ્રભુ તથા નરસિંહ બાવજી તથા પૂજ્ય શ્રી શ્યામસુંદર મહારાજ વસાઈ સર્વે પૂજ્યશ્રીઓ દ્વારા પધારી સત્પુરુષોએ અમૃત વચનો નું પાન કરાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.