Western Times News

Gujarati News

ગાઝામાં ભારતીય મૂળના ઇઝરાયલી સૈનિકનું મોત

નવી દિલ્હી, હમાસ સામેની લડાઈમાં સામેલ ભારતીય મૂળના ઈઝરાયેલ સૈનિકનું મૃત્યુ થયું છે. દક્ષિણ ઈઝરાયેલના શહેર ડિમોનાના મેયર બેની બિટ્ટને આ માહિતી આપી હતી. મેયરે કહ્યું હતું કે ગાઝામાં લડાઈ દરમિયાન માર્યા ગયેલા ઈઝરાયલી સૈનિકોમાં ૨૦ વર્ષીય ભારતીય મૂળનો ઈઝરાયેલ સૈનિક પણ સામેલ હતો. તેમણે કહ્યું કે સ્ટાફ-સાર્જન્ટ હેલેલ સોલોમન ડિમોનાનો હતો.

બેની બિટ્ટને બુધવારે એક ફેસબુક પોસ્ટમાં જણાવ્યું હતું કે, “ખૂબ દુઃખ સાથે અમે ગાઝાના યુદ્ધમાં ડિમોનાના પુત્ર હેલેલ સોલોમનના મૃત્યુની ઘોષણા કરીએ છીએ. મેયરે ભારતીય મૂળના સૈનિક વિશે ફેસબુક પોસ્ટમાં લખ્યું હતું કે “અમે માતા-પિતા રોનિત અને મોર્ડેકે અને બહેનો યાસ્મીન, હિલા, વેરેડ અને શેક્ડના ??દુઃખમાં જાેડાઈએ છીએ. હેલેલે અર્થપૂર્ણ સેવા કરવાની ઈચ્છા વ્યક્ત કરી અને સૈન્યમાં જાેડાયો હતો.

હેલેલ એક સમર્પિત પુત્ર હતો અને હંમેશા તેના માતાપિતા માટે આદર રાખતો હતો. અપાર ગુણોની સાથે તે દાન, નમ્રતામાં માનતા હતો.” મેયરે લખ્યું, “આખું ડિમોના શહેર તેમના નિધનથી શોકમાં છે.

દક્ષિણ ઇઝરાયેલના ડિમોના શહેરને દેશના પરમાણુ રિએક્ટર તરીકે ઓળખવામાં આવે છે પરંતુ કેટલાક લોકો તેને ‘લિટલ ઇન્ડિયા’ પણ કહે છે કારણ કે તેમાં ભારતથી આવેલા યહુદીઓની સંખ્યા વધુ છે રિપોર્ટ અનુસાર, ગાઝામાં થયેલી લડાઈમાં ઓછામાં ઓછા ૧૧ ઈઝરાયેલ સૈનિકોના મોત થયા છે. ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ યુદ્ધને મુશ્કેલ યુદ્ધ અને દુઃખદાયક નુકસાન ગણાવ્યું છે અને કહ્યું છે કે જીત સુધી લડાઈ ચાલુ રહેશે.

નોંધનીય છે કે ૭ ઓક્ટોબરે દક્ષિણ ઈઝરાયેલ પર હમાસના ઘાતક હુમલામાં ઓછામાં ઓછા ૧૪૦૦ લોકો માર્યા ગયા હતા. હમાસે ૨૦૦થી વધુ લોકોને બંધક પણ બનાવ્યા હતા. અહેવાલો અનુસાર, ગાઝામાં ઇઝરાયેલના હુમલામાં આઠ હજારથી વધુ લોકો માર્યા ગયા છે. હમાસ વિરુદ્ધ ઈઝરાયેલનું સૈન્ય અભિયાન ચાલુ છે.

સમાચાર એજન્સી એએફપી અનુસાર, મંગળવારે હમાસ સંચાલિત સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે શરણાર્થી શિબિર પર ઇઝરાયલી હુમલામાં ઓછામાં ઓછા ૫૦ લોકો માર્યા ગયા છે. કથિત હુમલા અંગે હજુ સુધી ઈઝરાયેલ તરફથી કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી. ગાઝાના ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે ઇઝરાયેલી હવાઈ હુમલાઓએ ઉત્તરી ગાઝામાં જબાલિયા શરણાર્થી શિબિરના રહેણાંક વિસ્તારમાં એપાર્ટમેન્ટ બ્લોક્સને નિશાન બનાવ્યું હતું, જેમાં સેંકડો લોકો માર્યા ગયા હતા અને ઘાયલ થયા હતા. ઇન્ડોનેશિયાની હોસ્પિટલના નિર્દેશકે પણ કહ્યું છે કે ૫૦ લોકોના મોત થયા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.