Western Times News

Gujarati News

ઘરમાં નકલી નોટો છાપી વટાવવા નીકળેલો યુવાન પકડાયો

પ્રતિકાત્મક

સુરત, સુરતના સારોલી પોલીસ મથક હદમાં આવતી નિયોલ ચેકપોસ્ટ ઉપર એક યુવાનને બાતમીના આધારે ડુપ્લીકેટ નોટ સાથે ઝડપી પાડયો હતો. પકડાયેલો આ યુવાન પોતાના ઘરે જ પ૦૦ અને ર૦૦ના દરની ડુપ્લીકેટ નોટ છાપી માર્કેટમાં ફેરવતો હતો. પોલીસે આરોપી પાસેથી પ૦૦ અને ર૦૦ની ૧૧૬૭ ડુપ્લીકેટ નોટ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરત શહેરની સારોલી પોલીસને બાતમી મળી હતી કે એક યુવાન પોતાની બેગમાં રૂપિયા ભરીને જઈ રહ્યો છે. બાતમીના આધારે સારોલી પોલીસે નિયોલ ચેકપોસ્ટ ઉપર ચેકીંગ સખ્ત કર્યું હતું અને જેવો યુવાન રામલુશ જાેસેફ મિર્ઝા પસાર થયો

ત્યારે તેને ઉભો રાખી તેમની તલાશી લેતા પ૦૦ના દરની અને ર૦૦ના દરની મળી કુલ ૧૧૬૮ ડુપ્લિકેટ ચલણી નોટ સાથે ઝડપાયો હતો. આ શખસની તલાશી લેતા તેની પાસેથી નોટ બનાવવાનું સાહિત્ય ઝડપાયું હતું. જેમાં નોટને લગતા અલગ અલગ કલર તેમજ માપપટ્ટી, રિબીન તેમજ પ્લાસ્ટિકની નાની પટ્ટીઓ સહિતનો સામાન મળી આવ્યો હતો.

આરોપીની પુછપરછ કરતા સામે આવ્યું હતું કે, આ યુવાન મુંબઈ ખાતે રહે છે અને પોતાના ઘરે જ ડુપ્લીકેટ નોટ બનાવતો હતો નોટ છાપવા માટે જરૂરી સામાન મંગાવી લેતો હતો અને ત્યારબાદ ર૦૦ અને પ૦૦ ના દરની નોટ છાપતો હતો.

મહત્વનું છે કે રામલુશ આ બનાવટી નોટ કોઈને પણ ખબર ન પડે તેવી રીતે બારીકાઈથી બનાવવા મથામણ કરતો હતો. આ નોટ માર્કેટમાં લાવવા માટે પોતે જાતે જ ભારત ભરમાં ફરી અને થોડી થોડી કરી નોટ વટાવતો હતો કોઈને શંકા ન જાય તેની તકેદારી રાખતો હતો પરંતુ સરોલી પોલીસે બાતમીના આધારે આરોપી રામલુશ જાેસેફ મિર્ઝાને ઝડપી પાડયો હતો. તેની પાસેથી ડુપ્લીકેટ ચલણી નોટ, તેનું સાહીત્ય મળી કુલ ર,૮૪,૩૦૦ની મત્તા કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.