Western Times News

Gujarati News

ફિલ્મફેર ઓટીટી એવોર્ડ્‌સમાં આલિયા અને વિજય વર્માનો જલવો

સેલેબ્સનો જલવો એવોર્ડ્‌સમાં જાેવા મળ્યો

આ એવોર્ડ્‌સમાં આલિયા ભટ્ટ, મનોજ બાજયેઇ, રાજ કુમાર રાવ, વિજય વર્મા જેવા અનેક કલાકારોએ પુરસ્કાર પોતાને નામે કરી લીધો છે

ફિલ્મફેર ઓટીટી એવોર્ડ્‌સમાં આલિયા અને વિજય વર્માનો જલવો

નવી દિલ્હી, ફિલ્મફેર ઓટીટી એવોર્ડ્સમાં સિતારાઓનો જલવો જાેવા મળ્યો. અનેક બોલિવૂડ સિતારઓએ એવોર્ડ્‌સ પોતાને નામે કરી લીધો છે. આ સિતારાઓના લિસ્ટમાં આલિયા ભટ્ટથી લઇને મનોજ બાજપેઇ અને રાજ કુમાર રાવ જેવા અનેક સ્ટાર્સના નામ શામેલ છે.Alia and Vijay Verma’s appearance at the Filmfare OTT Awards

આલિયા ભટ્ટે એના વેબ ડેબ્યૂ ડાર્લિગ્સની સાથે ફિલ્મફેર ઓટીટી એવોર્ડ્‌સમાં મોટી જીત હાંસિલ કરી લીધી છે. મનોજ બાજપેઇ પણ આ એવોર્ડમાં શામેલ હતા. મનોજ બાજપેઇને ર્સિફ એક બંદા કાફી હૈમાં સારામાં સારું પ્રદર્શન કરવા માટે સર્વશ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર મળ્યો.

આ વર્ષે એના ડિઝિટલ ડેબ્યુ કરનાર સોનમ કપૂર પણ આ સિતારાઓથી ભરેલા કાર્યક્રમનો હિસ્સો બની હતી. રવિવારની રાત્રે આયોજિત થયેલા ફિલ્મફેર ઓટીટી કાર્યક્રમમાં એઝાઝ ખાન, પ્રતીક ગાંધી, રાધિકા મદાન, રાજકુમાર રાવ, ભાગ્યશ્રી, અવંતિકા દસાની, દીયા મિર્ઝા, જેકી શ્રોફ અને કરિશ્મા તન્ના સહિત બીજા પણ અન્ય લોકો જાેવા મળ્યા.

કરિશ્મા તન્ના અભિનીત હંસલ મહેતાની સ્કૂલને સર્વશ્રેષ્ઠ સિરીઝનો પુરસ્કાર મળ્યો, જ્યારે ટ્રાયલ બાય ફાયરને સર્વશ્રેષ્ઠ શ્રીરીજ ક્રિટિક્સનો પુરસ્કાર મળ્યો. વિક્રમાદિત્ય મોટવાને જુબલી માટે સર્વશ્રેષ્ઠ નિર્દેશક વેબ સીરીઝનો પુરસ્કાર જીત્યો અને રણદીપ ઝાએ સર્વશ્રેષ્ઠ નિર્દેશનક ક્રિટિક્સનો પુરસ્કાર જીત્યો. વિજય વર્માએ પુરુષ શ્રેણીમાં સર્વશ્રેષ્ઠ અભિનેતા સિરીઝનો પુરસ્કાર જીત્યો.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.