Western Times News

Gujarati News

અમદાવાદમાં મીની વાવાઝોડુ : ૧૬ સ્થળોએ ઝાડ પડયા

Fill Photo

 

નારોલ રોડ પર ૧૬ ઝાડ ધરાશાયી : ન્યુ ચાંદખેડા રોડ પર ૧૦ વૃક્ષ ધરાશાયી થતાં ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા : વસ્ત્રાપુર, જમાલપુર સહિતના વિસ્તારોમાં તોતીંગ વૃક્ષો
ધરાશાયી થતા વાહનો દટાયા

 

(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં રવિવારે મોડી રાત્રે દિવસભરના અસહ્ય ઉકળાટ બાદ તોફાની પવન સાથે ભારે વરસાદ પડતાં જ ઠેરઠેર પાણી ભરાઈ ગયા છે જયારે ૧૬થી વધુ સ્થળો પર વૃક્ષો ધરાશાયી થતાં આજે સવારથી જ વાહન વ્યવહાર પર તેની અસર પડી રહી છે શહેરમાં મધરાતે પડેલા ભારે વરસાદના પગલે સવારથી જ નાગરિકો મુશ્કેલીમાં મુકાયા છે.

કેટલાક સ્થળોએ ભુવા પડવાના બનાવો પણ નોંધાયા છે વૃક્ષો ધરાશાયી થવાની ઘટનામાં સંખ્યાબંધ વાહનો દટાયા છે વહેલી સવારથી જ અમદાવાદ મ્યુનિ. કોર્પો.ની ફાયરબ્રિગેડ વિભાગની ટીમો દ્વારા વૃક્ષો ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અનેક વિસ્તારોમાં એક બાજુનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે જેના પરિણામે ટ્રાફિકજામના દ્રશ્યો પણ સર્જાયા છે.

અમદાવાદ શહેર સહિત રાજયભરમાં આ વખતે અસહ્ય ગરમી પડી છે પરંતુ છેલ્લા એક સપ્તાહથી વાતાવરણમાં પલ્ટો આવતા ભેજનું પ્રમાણ વધવા લાગ્યું હતું અને વરસાદી માહોલ છવાયો હતો અમદાવાદ સહિત રાજયમાં છુટોછવાયો વરસાદ પડવાનો શરૂ થયો છે ગઈકાલે રવિવારે અમદાવાદ શહેરમાં અસહ્ય બાફના કારણે લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ગયા હતા.

શહેરના નારોલ, ચાંદખેડા, શાહીબાગ સહિતના વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયા છે

આ દરમિયાનમાં રાત્રિના ૧.૦૦ વાગ્યાની આસપાસ આકાશ કાળા ડીંબાગ વાદળોથી છવાઈ ગયું હતું અને વીજળીના કડાકા થવાની શરૂઆત થઈ હતી નાગરિકો હજુ કશું સમજે તે પહેલાં જ શહેરમાં મીની વાવાઝોડા જેવી Âસ્થતિ સર્જાઈ હતી અને તોફાની પવન ફુંકાતા નાગરિકો સફાળા જાગી ગયા હતાં.

તોફાની પવન સાથે શહેરમાં મધરાતે વરસાદ પડવાનો શરૂ થતાં લોકોએ રાહત અનુભવી હતી અંદાજે ૧ કલાક સુધી વરસાદ પડયો હતો શહેરમાં સરેરાશ ૧ ઈંચ વરસાદ નોંધાયો હતો જાકે સૌથી વધુ ઓઢવમાં ર ઈંચ જેટલો વરસાદ પડયો હતો જયારે મણિનગર કાંકરિયામાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો હતો શહેરમાં વાવાઝોડા જેવી સ્થિતિ વચ્ચે પડેલા વરસાદના કારણે સરસપુર, હાટકેશ્વર, ઓઢવ, બાપુનગર, મણિનગર સહિત અનેક સ્થળો ઉપર પાણી ભરાઈ ગયા હતાં.

વટવા, ઈસનપુરની સોસાયટીઓમાં પાણી ઘુસી ગયા હતાં શહેરના મોટાભાગના વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ પડયો હતો સાઉથ બોપલમાં પણ તોફાની પવન સાથે વરસાદ પડતા પાણી ભરાઈ ગયા હતાં અમદાવાદ-ઈન્દોર હાઈવે પર પાણી ભરાઈ જતાં વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતાં.

અમદાવાદ શહેરમાં સીઝનનો સૌ પ્રથમ ભારે વરસાદ નોંધાયો હતો અને પ્રથમ વરસાદમાં જ મીની વાવાઝોડા જેવી Âસ્થતિ સર્જાઈ હતી શહેરના તમામ ઝોનમાં વરસાદ નોંધાયો છે. પૂર્વ ઝોનમાં વધારે વરસાદ પડયો હતો તોફાની પવનના કારણે શહેરના ૧૬ જેટલા વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થવાની ઘટના ઘટી હતી જેમાં સૌથી વધુ ઈસનપુર-નારોલ રોડ પર આવેલા ૧પ જેટલા વૃક્ષો ધરાશાયી થતાં કેટલાક વાહનો આ તોતીંગ ઝાડની નીચે દટાયા હોવાનું જાણવા મળ્યું છે.

રસ્તા પર ૧પ જેટલા વૃક્ષો ધરાશાયી થતાં વાહન વ્યવહાર ખોરવાયો હતો આ અંગેની જાણ થતાં ફાયરબ્રિગેડના અધિકારીઓ એલર્ટ થઈ ગયા હતા અને તાત્કાલિક ઝાડો ખસેડવાની કામગીરી શરૂ કરી હતી ત્યારબાદ ચાંદખેડા વિસ્તારમાં આવેલા ન્યુ સી.જી.રોડ પર ૧૦થી વધુ વૃક્ષો ધરાશાયી થવાની ઘટના ઘટી છે જેના પરિણામે આ રસ્તા પર સવારથી જ ઝાડ ખસેડવાની કામગીરી ચાલી રહી છે અને કેટલાક સ્થળો પર એક તરફનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે.

આ ઉપરાંત શહેરના જમાલપુર વિસ્તારમાં ૬૦ વર્ષ જુનુ તોતીંગ ઝાડ ધરાશાયી થતાં કેટલાક વાહનો તેની નીચે દટાયા હોવાનું જાણવા મળી રહયું છે. ચાણક્યપુરી વિસ્તારમાં પણ તોતીંગ વૃક્ષ ધરાશાયી થતાં મકાનોને તથા વાહનોને નુકસાન થયાનું જાણવા મળી રહયું છે. શાહઆલમ તોલનાકા નજીક પણ તોતીંગ વૃક્ષ ધરાશાયી થયાનું જાણવા મળી રહયું છે.

જયારે વસ્ત્રાપુરમાં લાડ સોસાયટી પાસે બે વૃક્ષો ધરાશાયી થયા છે. વસ્ત્રાપુર લાડ સોસાયટી પાસે આવેલા એક એપાર્ટમેન્ટમાં સાત માળ જેટલુ ઉંચુ તોતીંગ વૃક્ષ ધરાશાયી થતાં કેટલાક વાહનો તેની નીચે દટાયા છે આ ઉપરાંત મકાનોને પણ નુકસાન થયું છે. તોતીંગ વૃક્ષ ધરાશાયી થતાં એપાર્ટમેન્ટમાં રહેતા લોકો ગભરાઈ ગયા હતા અને ઘરની બહાર દોડી આવ્યા હતાં.

જયારે આનંદનગર વિસ્તારમાં પ્રહલાદનગર ગાર્ડન નજીક  તોતીંગ વૃક્ષ રસ્તા પર જ ધરાશાયી થતાં એક તરફનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે અને ફાયરબ્રિગેડના કર્મચારીઓ દ્વારા આ વૃક્ષને ખસેડવાની કામગીરી શરૂ કરાઈ છે શહેરના ફાયરબ્રિગેડ વિભાગ દ્વારા સૌ પ્રથમ જમાલપુર, વસ્ત્રાપુર, નારોલ, ન્યુ સી.જી.રોડ સહિતના વિસ્તારોમાંથી વૃક્ષોને કાપી તેને હટાવવાની કામગીરી શરૂ કરાઈ છે.

અમદાવાદ શહેરમાં રાત્રે તોફાની પવન સાથે પડેલા વરસાદના પગલે અનેક સ્થળોએ ઝાડો ધરાશાયી થવાની સાથે પાણી ભરાતા સવારથી જ તેની જનજીવન પર અસર પડી રહી છે કેટલાક વિસ્તારોમાં ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા છે અમદાવાદ શહેરમાં નાગરિકો માટે જાખમી એવા હો‹ડગ્સો પણ કેટલાક સ્થળોએ ધરાશાયી થયા હોવાનું જાણવા મળી રહયું છે.

અમદાવાદ શહેરમાં ઠેરઠેર આવા જાખમી હો‹ડગ્સો લગાવવામાં આવેલા છે પરંતુ કોર્પોરેશન દ્વારા નાગરિકોની ચિંતા કરવાના બદલે રૂપિયા કમાવવાની વેતરણમાં હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે જેના પરિણામે આવા હો‹ડગ્સો કોઈપણ સમયે નાગરિકોનો ભોગ લઈ શકે છે તેવી દહેશત સેવાયેલી છે. ગઈકાલે રાત્રે તોફાની પવન સાથે વરસાદ પડતા જ કાંકરિયા કષ્ણબાગ પાસે તોતીંગ વૃક્ષ ધરાશાયી થયું હતું જેના પરિણામે તેની નીચે ગાડીઓ દટાઈ હતી આ ઉપરાંત શાહીબાગ પોલીસ લાઈનમાં તોતીંગ વૃક્ષ ધરાશાયી થતાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.

અમદાવાદ શહેરમાં મોડી રાત્રે તોફાની પવન સાથે વરસાદ પડતાં ત્રણ સ્થળોએ શોર્ટ સર્કિટ થવાની ઘટનાઓ ઘટી હતી જેમાં એસ.જી.હાઈવે પર કારગીલ પેટ્રોલપંપ પાસે, સોલા સાયન્સ સીટી પાસે એક મકાનમાં તથા ઓઢવ રઘુવીર કોમ્પલેક્ષમાં આ ઘટનાઓ ઘટી હતી જાકે સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.