Western Times News

Gujarati News

નાવેદ કહે છે કે, ઐશ્વર્યા રાય હવે ઘરડી થઈ ગઈ છે

મુંબઈ, ઐશ્વર્યા રાયનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર રાણા નાવેદ ઉલ હસન અને પોડકાસ્ટર નાદિર અલી એક્ટ્રેસ વિશે ડબલ મીનિંગમાં વાત કરતા જાેવા મળે છે.

પાકિસ્તાની પોડકાસ્ટર નાદિર અલી પહેલા જ હિંદુઓ અને ખ્રિસ્તીઓ પ્રત્યે પોતાની નફરત દર્શાવી ચૂક્યો છે. તેણે બોલિવૂડ એક્ટ્રેસ અમીષા પટેલ અને પ્રિયંકા ચોપરા પર પણ અભદ્ર ટિપ્પણીઓ કરી છે. ઐશ્વર્યા રાય સાથે જાેડાયેલો આ વીડિયો જુલાઈ ૨૦૨૩નો છે.

નાદિર અલીએ ૧૭ ડિસેમ્બર ૨૦૨૩ ના રોજ તેના ફેસબુક પેજ પર ફરીથી આ વીડિયો પોસ્ટ કર્યો છે. પોડકાસ્ટ ચેનલના ૮ લાખથી વધુ સબ્સ્ક્રાઇબર્સ છે. તેના ફેસબુક પેજ પર પણ લગભગ ૧૦ લાખ ફોલોઅર્સ છે.

તેણે ૧૭ ડિસેમ્બરે શેર કરેલા વીડિયોમાં તે પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર રાણા નાવેદ ઉલ હસન સાથે વાત કરી રહ્યો છે. શરૂઆતમાં બાબર આઝમ અને વિરાટ કોહલી વિશે વાત થઈ રહી છે.

ક્રિકેટ વિશે વાત કર્યા પછી નાદિર અલી પૂછે છે કે તમારી ફેવરિટ બોલિવૂડ હિરોઈન કોણ છે? જવાબમાં નાવેદ કહે છે કે ઐશ્વર્યા રાય તેની ફેવરિટ હિરોઈન છે, જેની ફિલ્મો તે જુએ છે. નાવેદ કહે છે કે, ઐશ્વર્યા રાય હવે ઘરડી થઈ ગઈ છે.

જવાબમાં, નાદિર કહે છે, “પણ હજુ પણ તેમનામાં કરંટ છે. આ દરમિયાન તે આંખ મીંચીને ખોટો ઇશારો પણ કરે છે. આ પછી, તે મહિલાઓ પર અપમાનજનક ટિપ્પણી કરે છે અને કહે છે, છોકરીની ઉંમર એટલી જ હોય ??છે જેટલાની તે દેખાય છે.”

તમે નીચેની વિડીયોમાં ૫ મિનિટથી આ વાતચીત જાેઈ શકો છો. આ પહેલા પાકિસ્તાની ક્રિકેટર અબ્દુલ રઝાકે પણ ઐશ્વર્યા રાય પર અભદ્ર ટિપ્પણી કરી હતી. જ્યારે વિવાદ થયો ત્યારે તેણે માફી માંગવી પડી હતી.

તેણે કહ્યું હતું કે, “જાે તમે વિચારતા હોવ કે હું ઐશ્વર્યા સાથે લગ્ન કરીશ અને પછી મને સારા બાળકો થશે, તો આવું ક્યારેય નહીં થઈ શકે. તેથી પહેલા તમારે તમારા ઇરાદાને ઠીક કરવા પડશે.” SS1SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.