Western Times News

Gujarati News

અમદાવાદ ગ્રામ્યમાં સિનિયર સીટીઝન સ્પર્ધકો માટે સ્પર્ધાઓનું આયોજન

જિલ્લા રમતગમત અધિકારી, અમદાવાદની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર, દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ અમદાવાદ ગ્રામ્યમાં 60 વર્ષથી ઉપરની ઉંમરના સિનિયર સીટીઝન માટે વોલીબોલ, યોગાસન, ચેસ, કેરમ, રસ્સાખેંચ તથા એથ્લેટીક્સ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવનાર છે.

આ સ્પર્ધાઓમાં ભાગ લેવા ઇચ્છતા સિનિયર સીટીઝન ભાઇઓ/બહેનોએ નિયત નમુનાનું પ્રવેશપત્ર જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, રૂક્ષ્મણીબેન હોસ્પિટલની સામે ખોખરા,અમદાવાદ ખાતેથી મેળવી ૧૫/૦૧/૨૦૨૪ સુધીમાં સંપૂર્ણ વિગતો સાથે મોકલી આપવાનુ રહેશે. સમય મર્યાદામાં આવેલ પ્રવેશપત્રોના સ્પર્ધકોને વિગતવાર કાર્યક્રમ અંગેની જાણ કરવામા આવશે જેની દરેક સ્પર્ધકે નોંધ લેવા અખબારી યાદીમાં જણાવાયું છે. ભાગ લેવા ઈચ્છુક સ્પર્ધકોને આ અંગેની વધુ માહિતી  સંપર્ક નંબર- ૯૮૨૪૧૮૧૬૮૯ પરથી મળશે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.