Western Times News

Gujarati News

ડેન્ગ્યુઃઅબ કી બાર પાંચ હજાર કે પાર

શાહીબાગમાં ડેન્ગ્યુની બેવડી સદી

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: સ્માર્ટ સીટી અમદાવાદમાં મચ્છરો અને મચ્છરજન્ય રોગચાળા કાયમી બની રહ્યા છે. સામાન્ય રીતે ડંડીની શરૂઆત સાથે જ મચ્છરજન્ય રોગચાળામાં નોંધપાત્ર ઘટાડો થાય છે. પરંતુ ચાલુ વરસે ઠંડીની સિઝનમાં પણ ડેન્ગ્યુ અને ચીકનગુનિય્ના કેસમાં સતત વધારો થઈ રહયો છે. ર૦૧૯ના વર્ષને ‘ડેન્ગ્યુ વર્ષ’ તરિકે પણ યાદ કરવામાં આવે એટલી સંખ્યામાં કેસ બહાર આવી રહ્યા છે. જ્યારે વર્ષના અંતિમ દિવસોમાં ચીકનગુનિયાના કેસમાં પણ ચિંતાજનક હદે વધી રહ્યા છે.

શહેરના તમામ ઝોન અને વોર્ડમાં મચ્છરજન્ય રોગચાળો આતંક મચાવી રહ્યો છે. શાહીબાગ વોર્ડમાં ડેન્ગ્યુના રોગચાળાએ બેવડી સદી ફટકારી છે. જેનું મુખ્ય કારણ ‘સિવિલ હોસ્પીટલ’ હોવાનું માનવામાં આવી રહ્યુ છે. ર૦૧૯માં ડેન્ગ્યુના ૪પ૦૦ જેટલા કન્ફર્મ કેસ બહાર આવ્યા છે. જ્યારે વર્ષાંન્તે ડેન્ગ્યુના કસની સંખ્યા પાંચ હજારને પાર કરી શકે છે. તેથી મ્યુનિસિપલ ભવનમાં “અબ કી બાર પાંચ હજાર કે પાર’ના કટાક્ષ પણ થઈ રહ્યો છે.


શહેરમાં મચ્છર અને પાણીજન્ય રોગચાળો હજુ સુધી કાબુમાં આવ્ય્‌ નથી. શિયાળાની સિઝનમાં રોગચાળો નિયંત્રણમાં આવી જાય છે. ર૦૧૯ના વર્ષમાં સિંઘમ’ કમિશ્નર પર મચ્છર અને મચ્છરજન્ય રોગચાળાને નિયંત્રણમાં લઈ શક્યા નથી. ચાલુ વરસે ડેન્ગ્યુ, ટાઈફોઈડ, કમળા અને ચિકનગુનિયાનો કહેર જાવા મળ્યો છે. ડેન્ગ્યુના રોગચાળાએ છેલ્લા એક દસકાનો રેકોર્ડ તોડયો છે.

ડીસેમ્બર મહિનાના પ્રથમ પખવાડીયા સુધી ડેન્ગ્યુના ૪પ૦૦ જેટલા કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ ર૦૦ કેસ શાહિબાગ વોર્ડમાં કન્ફર્મ થયા છે. શાહીબાગમાં આવેલા સિવિલ હોસ્પીટલ કેમ્પસમાં જ ડેન્ગ્યુના ૮૦ જેટલા કેસ કન્ફર્મ થયા છ. જેમાં તબીબી અને ન‹સગ સ્ટાફનો પણ સમાવેશ થાય છે મેયરના મત વિસ્તાર પાલડીમાં પણ ડેન્ગ્યુનો આતંક જાવા મળ્યો છે.

પાલડી વોર્ડમાં ડેન્ગ્યુના ૧રપ કેસ કન્ફર્મ થયા છે. અસારવા વોર્ડમાં ડેન્ગ્યુના ૧૩૭, ગોમતીપુરમાં ૧૪૮ તથા ગોતા વોર્ડમાં ૧૮૦ કેસ નોંધાયા છે. દક્ષિણ ઝોનમાં મચ્છરજન્ય રોગચાળાની અસર સૌથી વધારે જાવા મળી છે. દક્ષિણ જાનમાં ડેન્ગ્યુના ૬પ૦ તથા ચિકનગુનિયાના રપ કેસ કન્ફર્મ થયા છે. વટવા વોર્ડમાં ડેન્ગ્યુના ૧૧૯, લાંભા વોર્ડમાં ૧૪૬, ઈસનપુરમાં ૮૬ તથા બહેરામપુરામાં ૯૧ કેસ નોંધાયા છે.

લાંભા વોર્ડમાં ચિકનગુનિયાના ૧૧ કેસ તથા ઈન્દ્રપુરી વોર્ડમાં પ કેસ નોંધાયા છે. ચિકનગુનિયાના સૌથી વધુ ૧૪ કેસ અસારવા વોર્ડમાં કન્ફર્મ થયા છે. શાહીબાગ વોર્ડમાં ચિકનગુનિયાના ૧૦ કેસ નોંધાયા છે. ચાલુ વરસે ચિકનગુનિયાના ૧૬૩ કેસ નોંધાયા છે. જે પૈકી મ્યુનિસિપલ હોસ્પીટલોમાં ૧૩૮ તથા ખાનગી હોસ્પીટલોમાં રપ કેસ નોંધાયા છે.

અમદાવાદ શહેરમાં ર૦૦૬ના વર્ષર્માં ડેન્ગ્યુ અને ચિકનગુનિયાનો આતંક જાવા મળ્યો છે. ર૦૧૯માં તેનું પુનરાવર્તન થયુ છે. ર૦૦૬ની સરખામણીમાં ચિકનગુનિયાના કેસમાં ઘટાડો થયો છે. જ્યારે ડેન્ગ્યુના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે. મ્યુનિસિપલ સંચાલિત હોસ્પીટલોમાં ડૈન્ગયુના ત્રણ હજાર તથા ખાનગી હોસ્પીટલોમાં ૧પ૪૧ કેસ નોંધાયા છે.

મ્યુનિસિપલ આરોગ્ય ખાતા દ્વારા મચ્છરજન્ય રોગચાળાને નિયંત્રણમાં લેવા માટે તમામ પ્રયાસ થઈ રહ્યા છે. જે અપુરતા સાબિત થયા છે. ચાલુ વષે મચ્છરજન્ય રોગચાળામાં વધારો થયાનું મુખ્ય કારણ શાસકને નિષ્ફળતાને પણ માનવામાં આવી રહી છે.


મ્યુનિસિપલ આરોગ્ય વિભાગ દ્વારા ચોમાસાની સિઝન પહેલાં જ આઈઆર સ્પ્રે અને મેલેરીયાની હંગામી ભરતી માટે મંજુરી માંગવામાં આવી હતી. પરંતુ સ્ટેન્ડીંગ કમિટિએ અગમ્ય કારણોસર મંજુરી આપી નહોતી. સ્ટેન્ડીંગ ચેરમેન ૩૦૦ મેલરિયા વર્કરોની જરૂરીયાત નથી એવો કારણો પણ જાહેર કર્યા હતા. જેના જવાબમાં મ્યુનિસિપલ કમિશ્નરે એક હજાર વોલીન્ટયર્સની બે મહિના માટે હંગામી ભરતી કરી હતી તથા સ્ટેન્ડીંગ કમિટિ કે મ્યુનિસિપલ વોર્ડની પરવાનગી લેવાની દરકાર પણ રાખી નહોતી.

મ્યુનિસિપલ કમિશ્નરે તેમને મળેલી નાણાંકીય સતાનો ઉપયોગ (કે દુરૂપયોગ ?) કરીને મેલેરીયા વોલીયન્ટર્સને માત્ર બે મહિનામાં જ રૂ.૩ કરોડના પેમેન્ટ ચુકવ્યા છે. જેની સામે શાસકો હરફસુધ્ધા બોલ્યા નથી.

જો કે કમિશ્નરે પણ વોલિયન્ટરો ની ભરતીમાં વિલંબ કર્યો હોવા ઉપરાંત તેમને યોગ્ય તાલીમ આપી નહોવાથી નિશ્ચિત પરિણામ મળી શક્યા નથી. જેના પરિણામે જ ર૦૧૯માં ડેન્ગ્યુના કેસની પાંચ હજારને પાર કરી શકે છે. છેલ્લા પાંચ વર્ષના આંકડા પર દ્રષ્ટીપાત કરવામાં  આવે તો ર૦૧પમાં ડેન્ગ્યુના ર૧૬પ કેસ અને ૬ વ્યક્તિનું  મૃત્યુ નાંંધાયા હતા.

ર૦૧૬માં ર૮પર કેસ અને ૧ર ના મૃત્યુ, ર૦૧૭માં ૧૦૭૯ કેસ અને ર મૃત્યુ તેમજ ર૦૧૮માં ૩૧૩પ કેસ તથા ૪ મૃત્યુ નોંધાયા હતા. જેની સામે ર૦૧૯માં ૪પ૧૯ કેસ અને ૧૦ મૃત્યુ કન્ફર્મ થયા છે. તથા વર્ષાંતે ડેન્ગ્યુના કેસની સંખ્યા પાંચ હજારને પાર કરે એવી દહેશત વ્યક્ત કરાઈ રહી છે. અત્રે નોંધનીય બાબત એ છે કે મ્યુનિસિપલ કોર્પોેરેશન દ્વારા તમામ ખાનગી હોસ્પીટલના આંકડા લેવામાં આવતા નથી. અન્યથા ડેન્ગ્યુ જેવા જીવલેણ મચ્છરજન્ય રોગચાળાના કેસની સંખ્યા બમણી હોઈ શકે છે.

ર૦૧૯માં મચ્છરજન્ય રોગચાળા માટે વહીવટી તંત્ર કરતા શાસક પાર્ટી વધારે દોષિત સાબિત થઈ છે. આરોગ્ય ખાતાને આઈઆર સ્પ્રે તથા મેલેરીયા વર્કર્સ માટે સમયસર મંજુરી આપવામાં આવી હોત તો કેસની સંખ્યામાં થોડો ઘણો પણ ઘટાડો થવાની શક્યતા હતી. પાંચ હજાર કેસને શાસકોની જ દેન માનવામાં આવી રહી હોવાથી ‘અબ કી બાર પાંચ હજાર કે પાર’ જેવા કટાક્ષ મ્યુનિસિપલ ભવનમાં થઈ રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.