Western Times News

Gujarati News

અમદાવાદમાં ગુપ્તચર એજન્સીની ચાંપતી નજર

પ્રતિકાત્મક

નાગરિક અધિકાર બીલના મુદ્દે કેન્દ્ર સરકારે આપેલી મહત્વપૂર્ણ સુચનાઓ : શહેરમાં પોલીસતંત્ર હાઈ એલર્ટ

(પ્રતિનિધિ) અમદાવાદ: નાગરિક અધિકાર બીલ મંજુર થઈ ગયા બાદ કેટલાક રાજયોમાં તેનો વિરોધ થઈ રહયો છે અને હિંસક દેખાવોના પગલે કેન્દ્રીય ગૃહવિભાગ સતર્ક બન્યું છે આયોજનબદ્ધ રીતે તોફાનો કરવામાં આવી રહયા છે ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રાલયે ગુજરાત સરકારને પણ એલર્ટ કરતા રાજયના ગૃહવિભાગે ઉચ્ચકક્ષાની બેઠકો યોજી પોલીસતંત્રને એલર્ટ કરી દીધું છે. અમદાવાદ શહેરમાં પોલીસને હાઈએલર્ટ કરી તોફાની તત્વો ઉપર નજર રાખવામાં આવી રહી છે. આગામી દિવસોમાં અમદાવાદ શહેરમાં પણ આ બીલના વિરોધમાં કાર્યક્રમો યોજવામાં આવવાના છે ત્યારે ગુપ્તચર તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે.


આ અંગેની વિગત એવી છે કે નાગરિકતા બીલ મંજુર થઈ જતા હવે તે કાયદો બની ગયો છે અને દેશભરમાં તેનો અમલ કરવામાં આવનાર છે

ત્યારે કેટલાક રાજયોએ આ બીલનો અમલ કરવાની ના પાડી છે તો કેટલાક રાજયોમાં આ બીલની સામે ઉગ્ર દેખાવો થઈ રહયા છે. છેલ્લા બે દિવસથી દિલ્હીમાં તોફાનો કરવામાં આવી રહયા છે જેના પગલે કેન્દ્ર સરકારે તોફાની તત્વો સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપી દીધો છે.

સુપ્રીમ કોર્ટે પણ આ મુદ્દે દખલગીરી નહી કરવાનું સ્પષ્ટપણે જણાવી દીધું છે. ગઈકાલથી જ કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા બેઠકોનો દોર શરૂ કરી દીધો છે અને સૌ પ્રથમ દિલ્હીમાં કડક કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. એક પછી એક રાજયોમાં થઈ રહેલા તોફાનોના પગલે કેન્દ્રીય ગૃહમંત્રાલયે દેશભરમાં તમામ રાજય સરકારોને સાવચેત કરી છે. બીલના વિરોધમાં તોફાનો કરનાર સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપી દીધો છે.

ગુજરાતમાં પણ બીલના વિરોધમાં દેખાવો કરવામાં આવી રહયા છે. જાકે શાંતિપૂર્ણ રીતે દેખાવો થઈ રહયા છે પરંતુ આગામી દિવસોમાં પરિÂસ્થતિ વણસે તેવી દહેશતથી પોલીસતંત્રએ સતર્ક બનીને કાર્યવાહી શરૂ કરી દીધી છે અમદાવાદ શહેરમાં કેટલાક સ્થળો પર બીલના વિરોધમાં દેખાવો કરવામાં આવ્યા હતા. ખાસ કરીને કોંગ્રેસ દ્વારા દેખાવો કરવામાં આવ્યા છે.

પોલીસે દિલ્હીમાં વિદ્યાર્થીઓ ઉપર અત્યાચાર ગુજાર્યો હોવાના આક્ષેપ સાથે કેટલાક વિદ્યાર્થી સંગઠનોએ પણ દેખાવો કર્યા હતાં પરંતુ સરકારે સ્પષ્ટપણે જણાવી દીધું છે કે તોફાની તત્વો વિરૂધ્ધ જ કાર્યવાહી કરવામાં આવનાર છે. જેના પગલે હવે અમદાવાદમાં પણ પોલીસતંત્ર એલર્ટ થઈ ગયું છે.

અમદાવાદ શહેરમાં બીલના વિરોધમાં આગામી દિવસોમાં કેટલાક કાર્યક્રમો જાહેર કરવામાં આવનાર છે. જેના પગલે ગુપ્તચર તંત્ર પણ સતર્ક બનેલું છે અને પરિસ્થિતિ  પર નજર રાખી રહયું છે.

બીલના વિરોધમાં શાંતિપૂર્ણ રીતે દેખાવો કરવામાં આવી રહયા છે પરંતુ તોફાની તત્વો તેનો ગેરલાભ ઉઠાવે તેવી પણ દહેશત સેવાઈ રહી છે. દિલ્હીમાં શાંતિપૂર્ણ દેખાવોમાં તોફાની તત્વોએ ઘુસીને તોફાનો કરતા દેશભરમાં એલર્ટ જાહેર કરી દેવાયુ છે અને ખાસ કરીને ગુજરાતમાં વિશેષ તકેદારી રાખવા જણાવાયું છે.

ગુજરાતમાં અમદાવાદ ઉપરાંત વડોદરા, સુરત જેવા શહેરોમાં પરિÂસ્થતિ શાંતિપૂર્ણ રીતે જળવાઈ રહે તે માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓની તબક્કાવાર બેઠકો યોજાઈ રહી છે અને તમામ પોલીસ કર્મીઓને ફરજ પર હાજર કરી દેવાયા છે ખાસ કરીને સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે.

અમદાવાદ શહેરમાં પોલીસતંત્ર દ્વારા નાઈટ પેટ્રોલીંગ સઘન બનાવાયું છે સાથે સાથે શહેરમાં પ્રવેશતા માર્ગો પર નાકાબંધી કરી દેવામાં આવી છે અને ચેકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. અમદાવાદ શહેરમાં પોલીસતંત્ર દ્વારા શરૂ કરાયેલી કામગીરી પર કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા નજર રાખવામાં આવી રહી છે.

નાગરિક અધિકાર બીલના પગલે અમદાવાદ શહેરમાં પણ કાર્યવાહી શરૂ કરવામાં આવનાર છે જેના કારણે વિરોધ થવા લાગ્યો છે

આ પરિસ્થિતિમાં પોલીસતંત્રને તાકિદ કરવામાં આવી છે કે કોઈપણ જાતના દમન વગર શાંતિપૂર્ણ માહોલમાં આ કામગીરી કરવામાં આવે પરંતુ તોફાની તત્વો ગેરલાભ ઉઠાવે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.

કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા અપાયેલા માર્ગદર્શન મુજબ અમદાવાદ સહિત સમગ્ર રાજયમાં પોલીસતંત્રને એલર્ટ કરી દેવામાં આવ્યું છે અને પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. ખાસ કરીને બીલના વિરોધમાં કાર્યક્રમો જાહેર કરવામાં આવનાર છે ત્યારે ગુપ્તચર વિભાગ દ્વારા આ તમામ ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી રહી છે અને તેના અહેવાલના આધારે પોલીસતંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. અમદાવાદ ક્રાઈમબ્રાંચ પણ એલર્ટ થઈ ગઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.