Western Times News

Gujarati News

ગિફટસીટીમાં જાહનવી, કરીના, રણબીર, વરુણ ધવન સહિતના સ્ટાર્સ પર્ફોર્મ કરશે

ગાંધીનગરના ગિફટસીટીમાં પ્રથમ વાર જામશે ફિલ્મી સ્ટાર્સનો મેળો

મુંબઈ: નવા વર્ષની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે આ મહિનાના અંતમાં ગુજરાતના ગાંધીનગરમાં ગિફટસીટીમાં ફિલ્મફેર એવોર્ડ શો યોજશે, જેમાં બોલીવુડના જાણીતા કલાકારો- કસબીઓમાં મેળાવડો જામશે. બોલીવુડની બધી હસ્તીઓ એવોર્ડ શોમાં ભાગ લેવા માટે ગુજરાત પહોંચશે.

બોલિવુડના ફેમસ ફિલ્મ મેકર કરણ જોહર, એકટર આયુષ્યમાન ખુરાના અને મનીષ પોલ આ રંગારંગ સમારોહનું હોસ્ટ કરશે. ખરેખર તો 69માં હ્યુન્ડાઈ ફિલ્મફેર 2024 એવોર્ડસનું આયોજન 28મી જાન્યુઆરીએ સાંજે ગાંધીનગરના ગિફટ સીટીમાં થશે.

આ તકે બોલીવુડમાં અનેક ફેમસ સ્ટાર્સ પર્ફોર્મ પણ કરશે. શો દરમિયાન ફેમસ એકટર્સ રણબીરકપુર, વરુણ ધવન, કરીના કપુર, જાહનવી કપુર, સારા અલી ખાન અને કાર્તિક આર્યન દમદાર પર્ફોમન્સ રજુ કરશે.

સમારોહની શરુઆત એક દિવસ પહેલા સુંદર સાંજથી થશે જેને એકટ્રેસ કરીશ્મા તન્ના અને અપારશક્તિ ખુરાના હોસ્ટ કરશે. આ દરમિયાન ફિલ્મફેર ટેકનિકલ એવોર્ડ અપાશે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.