Western Times News

Gujarati News

અમરેલી SPને ધમકી આપનારી લેડી ડોન પોલીસ સકંજામાં

સોનુ ડાંગરે વિડિયો વાયરલ કરીને અમરેલી એસપી અને પીએસઆઇને જાઇ લેવા ધમકી આપી હતી
અમદાવાદ,  અમરેલી એસપી નિર્લિપ્ત રાય અને પીએસઆઇ જલ્પા ડોડિયાને (Amreli SP Nirlipt Rai and PSI Jalpa dodia) જોઇ લેવાની ગંભીર ધમકી આપનાર રાજકોટની લેડી ડોન સોનુ ડાંગરને પોલીસે ઉદેપુરની હોટલમાંથી ઝડપી લીધી હતી. પોલીસે હવે આ ગુનામાં સોનુ ડાંગરની ધરપકડ કરી સમગ્ર મામલે આગળની તપાસ હાથ ધરી છે.

આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, રાજકોટની લેડી ડોન તરીકે જાણીતી અને ક્રાઇમની દુનિયામાં જેના માથે અનેક ગુના છે તેવી સોનુ ડાંગર પોલીસ સકંજામાં આવી ગઇ છે, રાજસ્થાનની ઉદેપુરની એક હોટલમાં છુપાઇને બેઠી સોનુને ગુજરાત પોલીસે ઝડપી લીધી હતી. થોડા દિવસ પહેલા તેને એક વીડિયો બનાવીને અમરેલી એસપી નિર્લિપ્ત રોય અને પીએસઆઇ જલ્પા ડોડિયાને જોઇ લેવાની ધમકી આપી હતી.

જેને પગલે તેની સામે ધમકી આપવાનો અને સરકારી કામમાં રૂકાવટ ઉભી કરવાની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો,અમરેલી પોલીસે તેને શોધવા ૧૮ જેટલી ટીમો બનાવી હતી, જ્યારે અમરેલી ક્રાઇમ બ્રાન્ચ ઉદેપુરની હોટલમાં પહોંચી ત્યારે રૂમનો દરવાજો ખોલતા જ સોનુ ડાંગર ચોંકી ઉઠી હતી અને ફફડી ગઇ હતી. તે અહી છેલ્લા ૫ાંચ દિવસથી રૂમમાં પુરાઇ રહી હતી. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા આરોપી મુન્ના રબારીની ધુલાઇ મામલે સોનુ ડાંગરે અમરેલી એસપી અને પીએસઆઇને ધમકી આપતા કહ્યું હતુ તે તમે મારાથી સંભાળજો, તમને છોડવામાં આવશે નહીં.

તેણીએ મહિલા પીએસઆઇ ડોડિયાને કહ્યું હતુ કે, આપણો આમનો સામનો થશે, તમને જોઇ લેવામાં આવશે, મુન્ના રબારીની હથિયારના કેસમાં પોલીસે ધોલાઇ કરી હતી, આ મામલે સોનુ ઉશ્કેરાઇ હતી. થોડા દિવસો પહેલા સોનુ ડાંગર અને તેના સાથીઓની અમદાવાદના વસ્ત્રાલની હોટલમાંથી દારૂ પાર્ટી વખતે ધરપકડ કરાઇ હતી, જેમાં બે આરોપીઓ હથિયારના કેસમાં અમરેલી પોલીસના વોન્ટેડ હોવાથી તેમને અમરેલી લઇ જવાયા હતા, સોનુ ડાંગર જામીન પર બહાર આવી ગઇ હતી, બાદમાં તેને વીડિયો બનાવીને ધમકી આપી હતી, સોનુ ઉપર અગાઉ હત્યા, ખંડણી, મારામારીના કેસ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.