Western Times News

Gujarati News

મહિલાઓ માટે પ્રોપર્ટી રજીસ્ટ્રેશન ફીમાં ૧ ટકાની છૂટ છતાં ૧૭ ટકા મિલકતો જ નોંધાઈ

Files Photo

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: ગુજરાતમાં મહિલાઓનું સશક્તિકરણ  તથા સમાજમાં જેન્ડર ઈક્વાલિટી એટલે કે જાતિ સપ્રમાણતામાં વધારો થાય એ માટે થઈને રાજ્ય સરકારે અનેક યોજનાઓ જાહેર કરી છે. મહિલાઓના ફાયદામાં રહે એવી અનેક યાજનાઓ ઉપરાંત કેટલાંક કાયદાઓમાં તેમને છૂટછાટો પણ આપવામાં આવી છે.

આવો જ એક નિર્ણય કરતાં ગુજરાત રાજ્ય સરકારે વર્ષ ર૦૦૪-૦પ બાદ મહિલાઓના નામે નોંધાયેલી પ્રોપર્ટીની રજીસ્ટ્રેશન ફીમાં ૧ ટકાનો ઘટાડો જાહેર કર્યો હતો. આશ્ચર્યજનક રીતે આ જાહેરાત થવા છતાં સરકારના ધાર્યા મુજબ મહિલાઓના નામે પ્રોપર્ટીમાં વધારો થયો નથી. જા કે છેલલા કેટલાંક વર્ષોના આંકડા દર્શાવે છે કે હાલના સમયમાં એ આંકડો ધીમી ગતિએ આગળ વધી રહ્યો છે.


એક અખબારમાં છપાયેલી વિગતો અનુસાર રજીસ્ટ્રેશન ફીમાં ૧ ટકા ઘટાડાની જાહેરાત ર૦૦૪-૦પમાં કરવામાં આવ્ય્‌ છતાં છેલ્લા વર્ષથી જ મહિલાઓના નામે રજીસ્ટ્રેશન થયેલી પ્રોપર્ટીમાં વધારો થયો છે. પરંતુ તે પણ ખાસ ઉત્સાહજનક ન રહેતા કુલ પ્રોપર્ટીમાં ૧૭ ટકા જ છે.

વર્ષ ર૦૦૪-૦પ થી ચાલુ વર્ષમાં ઓક્ટોબર માસ દરમ્યાન રાજ્યમાં રજીસ્ટ્રેશન થયેલી પ્રોપર્ટીની સંખ્યા કુલ ૧ કરોડ ૩પ લાખ છે. પરંતુ તેમાંથી ફક્ત સવા ત્રેવીસ લાખ જેટલી જ મિલકતો મહિલાઓના નામે બોલે છે.

અગા. જણાવાયુ તેમ ગત ત્રણ વર્ષમાં મહિલાનાનામે મિલકત રજીસ્ટ્રેશન કરાવવા બાબતે વધારો જાવા મળી રહ્યો છે. એ પ્રમાણે ર૦૧૬-૧૭ના વર્ષ દરમ્યાન આવી મિલકતોની સંખ્યા ૧.૪૯ લાખ હતી.

ર૦૧૮-૧૯માં વધીને તે ૧.૯ર લાખ થઈ હતી. જ્યારે કુલ મિલકતો ર૦૧૬-૧૭માં ૯.૮૯ લાખ હતી તે વધીને ર૦૧૮-૧૯માં ૧ર.૪ લાખ જેટલી થઈ છે. સત્તાવાર આંકડાઓ જા કે ટકાવારી ઓછી જણાવે છે. જે ૧પ થી ૧૬ ટકાની આસપાસ છે.

આ મુદ્દા અંગે મહેસુલ મંત્રી કૌશિકભાઈ પટેલે જણાવ્યુ હતુ કે મહિલાઓના નામે રજીસ્ટર્ડ કરવામાં આવેલી મિલકતોના રજીસ્ટ્રેશન ફીમાં ૧ ટકો ઘટાડો કરવાનો હેતુ જેન્ડર ઈક્વાલિટી તથા કુટુંબ કલ્યાણ સુનિશ્ચિત કરવાનું હતુ.

હાલનો ટ્રેન્ડ જાતા આ આંકડાઓ વધે એવી શકતા છે અને તે વધે એ માટે ગુજરાત સરકાર દ્વારા કેટલાંક પગલાં પણ લેવામાં આવી રહ્યા છે. જા કે આ પરિસ્થિતિ  ફક્ત સરકારના પ્રયત્નોથી નહીં બદલાય નાગરીકોએ પણ તેમાં સાથ-સહકાર આપવો પડશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.