Western Times News

Gujarati News

પંચમહાલ કોંગ્રેસના લોકસભાના ડમી ઉમેદવાર સહિત 70 જેટલા કાર્યકરો BJPમાં જોડાશે

(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) સુરત માં કોંગ્રેસના ઉમેદવારનો ખેલ પાડી દીધા બાદ હવે પંચમહાલ લોકસભા બેઠક ના ડમી ઉમેદવારનો ખેલ પાડવામાં આવ્યો છે. કોંગ્રેસ ના પંચમહાલ લોકસભા બેઠક પરના ડમી ઉમેદવાર ભાજપ માં જોડાશે.

શહેરા માં ૨૦૧૭ માં વિધાનસભાની ચૂંટણી હારી ચૂકેલા કોંગી ઉમેદવાર ગુજરાત પ્રદેશના ડેલિગેટ દુષ્યંતસિંહ ચૌહાણ તેમજ તેમના પત્ની ગોધરા રશ્મિકાબેન ચૌહાણ સહિત અન્ય ૭૦ જેટલા કાર્યકરો અમિત શાહની હાજરીમાં કેસરિયો ખેસ ધારણ કરીને ભાજપમાં જોડાશે. .

મળતી માહિતી અનુસાર, પંચમહાલ બેઠક પર કોંગ્રેસના લોકસભાના ડમી ઉમેદવાર દુષ્યંતસિંહ ચૌહાણનાં પત્નીની રશ્મિતા ચૌહાણ સહિત અન્ય ૭૦ જેટલા વિવિધ કાર્યકરો આવતી કાલે ભાજપ માં જોડાશે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની હાજરીમાં ભાજપનો ખેસ ધારણ કરીને ભાજપ મા પ્રવેશ કરશે. લોકસભાની ચૂંટણી પહેલાં પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સંગઠનમાં મોટું ગાબડું પડ્‌યું હતું,

જેમાં પ્રદેશ કોંગ્રેસના ડેલિગેટ મેમ્બર તેમજ શહેરા વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર દુષ્યંતસિંહ ચૌહાણ સહિત ૭૦ જેટલા કાર્યકરે કોંગ્રેસને અલવિદા કરી દીધું હતું,

ત્યારે આ તમામ કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો આવતીકાલે કેસરિયા ખેસ ધારણ કરશે આગામી લોકસભાની ચૂંટણીપ્રચાર અર્થે ભાજપના સ્ટારપ્રચારક તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી આવતીકાલે ગોધરા શહેર ના લુણાવાડા રોડ પર આવેલા ગ્રાઉન્ડ ખાતે પોતાની જાહેરસભાને સંબોધન કરવાના છે. પંચમહાલ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર રાજપાલસિંહ જાદવના ચૂટણીપ્રચાર અર્થે આવતીકાલે અમિત શાહ ગોધરા ખાતે સભા ગજવશે, ત્યારે તેમની ઉપસ્થિતિમાં કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો કેસરિયા ખેસ ધારણ કરીને ભાજપમાં જોડાશે.

ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિના ડેલિગેટ અને ગત શહેરા વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર રહેલા દુષ્યંતસિંહ ચૌહાણ, તેમનાં પત્ની ગોધરા વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર રશ્મિતાબેન ચૌહાણ સહિત અન્ય કાર્યકરો ભાજપમાં જોડાશે. દુષ્યંતસિંહ કોંગ્રેસ દ્વારા પંચમહાલ લોકસભા બેઠક પર ગુલાબસિંહ ચૌહાણને ટિકિટ આપ્યા બાદ નારાજ હતા.

નારાજગી બાદ દુષ્યંતસિંહે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું, શહેરા ના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ સામે વિધાનસભાની ચૂંટણી લડેલા દુષ્યંતસિંહ હવે ભાજપનો પ્રચાર કરતા જોવા મળશે. જયારે આજે ગાધીનગર ખાતે દુષ્યંતસિંહ ચૌહાણ સહિત અન્ય કાર્યકરો દ્રારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે રૂબરૂ મા શુભેચ્છા પણ કરવામાં આવી હતી.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.