Western Times News

Gujarati News

રોહિત શેટ્ટીની સુર્યવંશીમાં કેટરીના કૈફ પ્રમુખ રોલમાં

મુંબઇ, રોહિત શેટ્ટીની મોટી ફિલ્મ સિમ્બા બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરી ગયા બાદ તેમની નવી ફિલ્મ સુર્યવંશીને લઇને તમામ ચાહકો ઉત્સુક બનેલા છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર મુખ્ય રોલમાં દેખાશે. સાથે સાથે રણવીર સિંહ અન અજય દેવગન પણ ટુંકા રોલમાં નજરે પડનાર છે. પ્રાપ્ત અહેવાલ મુજબ રોહિત હવે સુર્યવંશી નામની ફિલ્મ બનાવી રહ્યા છે. આ ફિલ્મમાં કેટરીના કેફને લેવાનો નિર્ણય કરવામાં આવી ચુક્યો છે. ફિલ્મમાં આ વખતે તેમના મિત્ર અને ખાસ અભિનેતા અજય દેવગનને લેવાના બદલે અક્ષય કુમારને લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જા કે અજય ફિલ્મમાં ટુંકા રોલમાં રહેનાર છે. હવે રોહિતની આગામી ફિલ્મને લઇને ચાહકો રાહ જાવા લાગી ગયા છે. ફિલ્મના અંતમાં સિમ્બામાં સુર્યવંશીની એક ઝલક દર્શાવવામાં આવી હતી. ત્યારબાદથી ફિલ્મના ચાહકો આને લઇને ઉત્સુકતાપૂર્વક રાહ જોઇ રહ્યા છે.

તાજા રિપોર્ટ પર વિશ્વાસ કરવામાં આવે તો કહી શકાય છે કે ફિલ્મમાં અભિનેત્રી તરીકે ખુબસરત કેટરીનાને લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અક્ષય કુમારની સાથે તેની જોડીને ચમકાવવામાં આવનાર છે. રોહિત શેટ્ટીની આ મોટી ફિલ્મ હાથ લાગી ગયા બાદ કેટરીના ભારે ખુશ દેખાઇ રહી છે. બીજી બાજુ પુજાની પાસે હાલમાં અન્ય કેટલીક સારી ફિલ્મો પણ રહેલી છે. રોહિત શેટ્ટીની છેલ્લે સિમ્બા ફિલ્મ હાલમાં નજરે પડી હતી. જેમાં રણવીર અને સારા અલી ખાનની જાડી ચમકી હતી. ફિલ્મને બોક્સ ઓફિસ પર ઉલ્લેખનીય સફળતા હાથ લાગી ગઇ હતી. અક્ષય કુમાર રોહિત શેટ્ટીની સાથે પ્રથમ વખત કોઇ ફિલ્મમાં કામ કરી રહ્યો છે. તે હવે બોલિવુડ ફિલ્મમાં એક્શન કિંગ સાથે કામ કરી રહ્યો છે. રોહિત મોટા ભાગે અજય દેવગનને લઇને જ ફિલ્મો બનાવતા રહ્યા છે. જો કે હવે અન્યો પણ દેખાયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.