Western Times News

Gujarati News

UPમાં NRCમાં હિંસામાં જીવ ગુમાવનાર દરેકને ૫-૫ લાખની સહાય આપશે: સપા

લખનૌ, ઉત્તરપ્રદેશમાં નાગરિકતા સંશોધન કાયદાની વિરુદ્ધ થયેલા હિંસક પ્રદર્શન બાદ હવે રાજનીતિ અટકી નથી રહી. સમાજવાદી પાર્ટીએ હિંસામાં જીવ ગુમાવનાર લોકોનાં પરિવારજનો માટે આર્થિક મદદની જાહેરાત કરી છે. રવિવારે પાર્ટીનાં ઓફિશિયલ ટ્‌વીટર હેન્ડલ પરથી ટ્‌વીટ કર્યું છે, સંવિધાન બચાવવા માટે સીએએ-એનઆરસી વિરોધી મળતી માહિતી મુજબ આંદોલન દરમિયાન સરકારનાં ક્રુર વલણમાં જીવ ગુમાવનારાઓની પીડિત પરિવારો અને મૃતક આશ્રિકોને પાંચ લાખની આર્થિક મદદ કરશે સમાજવાદી પાર્ટી.

બીજી તરફ આજે સમાજવાદી પાર્ટીનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે લખનઉમાં ઝ્રછછ વિરુદ્ધ થયેલા હિંસક પ્રદ્રશનમાં મોહમ્મદ વકીલનાં ઘરે પહોંચીને પીડિત પરિવારને સાંત્વના પાઠવી હતી. આ પ્રસંકે અખિલેશ યાદવે કહ્યું કે, જે પ્રકારે એન્જીનીયરની હત્યા પર તેને મકાન ઉપરાંત નોકરી અપાઇ હતી. આ પ્રકારે આ પરિવારને પણ મકાનની સાથે નોકરી આપવામાં આવે. અખિલેશ યાદવે પુછ્યું કે, આખરે બંન્નેમાં સરકાર ભેગભાવ શા માટે કરી રહી છે. અખિલેશ યાદવે પુછ્યું કે, આખરે સરકાર બંન્નેમાં ભેગભાવ શા માટે કરે છે. અખિલેસ યાદવે સમાજવાદી પાર્ટી તરફથી પરિવારને દરેક વિશ્વાસ પણ આપ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.