Western Times News

Gujarati News

BCCI દ્વારા ક્રિકેટરનું વાર્ષિક કોન્ટ્રેક્ટ લિસ્ટ જાહેર

૨૭ ખેલાડીઓ સાથે કરારઃ ૬ નવા ચહેરાઃ એ પ્લસ ગ્રેડમાં સામેલ ત્રણેય ખેલાડીઓને ૭ કરોડ વાર્ષિક મળશે
નવી દિલ્હી,  ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ આજે કેન્દ્રીય કરારની જાહેરાત કરી દીધી હતી. વિશેષ બાબત એ છે કે, ઓક્ટોબર ૨૦૧૯થી સપ્ટેમ્બર ૨૦૨૦ માટે ઘોષિત આ કરારમાં પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને જગ્યા આપવામાં આવી નથી. કેપ્ટન વિરાટ કોહલી, રોહિત શર્મા, જસપ્રિત બુમરાહને એ પ્લસમાં સામેલ કરાયા છે.

રવિન્દ્ર જાડેજા, ભુવનેશ્વરકુમાર, મોહમ્મદ સામી, ચેતેશ્વર પુજારા, કેએલ રાહુલ, અંજિક્ય રહાણે, શિખર ધવન, ઇશાંત શર્મા, કુલદીપ યાદવ અને ઋષભ પંતને એ ગ્રેડમાં સામેલ કરવામાં આવ્યા છે. બીસીસીઆઈએ રિદ્ધિમાન સહા, ઉમેશ યાદવ, યુજવેન્દ્ર ચહલ, હાર્દિક પંડ્યા, મયંક અગ્રવાલને બી ગ્રેડમાં સામેલ કરવાનો નિર્ણય કર્યો છે. કેદાર જાધવ, નવદીપ સૈની, દીપક ચહર, મનીષ પાંડે, હનુમા વિહારી, શાર્દુલ ઠાકુર, શ્રેયસ અય્યર, વોશિંગ્ટન સુંદરને સી ગ્રેડમાં સામેલ કરવામાં આવ્યા છે.

ક્રિકેટ બોર્ડ દ્વારા ગુરુવારે જાહેર કોન્ટ્રાક્ટ લિસ્ટથી ધોનીને બહાર રાખવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વર્લ્ડકપમાં ટીમ ઇÂન્ડયાની સેમિફાઇનલમાં હાર બાદથી ધોની આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર છે. ધોની ટેસ્ટ ક્રિકેટમાંથી પહેલાથી જ સન્યાસ લઇ ચુક્યો છે. બીસીસીઆઈના આ નિર્ણયથી માનવામાં આવી રહ્યું છે કે, ધોની માટે રાષ્ટ્રીય ટીમમાં રમવાનું હવે મુશ્કેલ જણાય રહ્યું છે. ધોનીનો ક્રિકેટ બોર્ડ દ્વારા જારી યાદીમાં કોઇપણ કેટેગરીમાં સમાવેશ કરવામાં આવ્યો નથી.

યાદીમાં નામ ન આવતા માનવામાં આવી રહ્યું છે કે, બીસીસીઆઈએ ધોનીને ઇશારો કરી દીધો છે. બોર્ડે ઓક્ટોબર ૨૦૧૯ માટે કોન્ટ્રાક્ટ લિસ્ટની જાહેરાત કરી દીધી છે. ભારતને પોતાના નેતૃત્વ હેઠળ ૨૦૧૧માં વર્લ્ડકપ જીતવાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરનાર મહેન્દ્ર સિંહ ધોની પોતાના કેરિયરમાં ૯૦ ટેસ્ટ, ૩૫૦ વનડે, ૯૮ ટી-૨૦ ઇન્ટરનેશનલ મેચ રમી ચુક્યો છે. ધોની ટેસ્ટ ક્રિકેટમાંથી રાજીનામુ આપી ચુક્યા છે અને આ ફોર્મેટમાં તે કુલ ૪૮૭૬ રન બનાવી ચુક્યો છે. વનડેમાં ૧૦૭૭૩, ટી-૨૦ ઇન્ટરનેશનલ ૧૬૧૭ રન બનાવી ચુક્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.