Western Times News

Gujarati News

જો આટલી સાવચેતીઓ રાખશો તો સંચારી રોગોથી અવશ્ય બચી શકશો

(વંદના નીલકંઠ વાસુકિયા – વિરમગામ દ્વારા) જો થોડી જરૂરી સાવચેતીઓ રાખવામાં આવે તો સંચારી રોગોથી બચી શકાય છે. અમદાવાદ જીલ્લાના વિરમગામ શહેરમાં આવેલ આનંદ મંદિર સ્કુલ ખાતે સંચારી રોગોથી બચવાના ઉપાયો સમજાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં જીલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો.ચિંતન દેસાઇ, તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલા, ડો.જીગર દેવીક, ડો.મયુરેશ ગઢવી, ડો.ઉર્વિ ઝાલા, નીલકંઠ વાસુકિયા, ગોપાલભાઇ પટેલ, ગોકુલ પટેલ, શિક્ષકો સહિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત વિરમગામ સહિત અમદાવાદ જીલ્લામાં મેડીકલ ઓફિસર, આરબીએસકે ટીમ, સીએચઓ, આરોગ્ય કર્મચારીઓ દ્વારા ફિલ્ડમાં લોકોને સંચારી રોગો વિશે વિગતવાર સમજ આપવામાં આવી રહી છે.

જીલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો.ચિંતન દેસાઇએ જણાવ્યુ હતુ કે, સંચારી રોગોથી બચવા માટે થોડી સાવચેતીઓ રાખવી જરૂરી છે. જો થોડી જરૂરી સાવચેતીઓ રાખવામાં આવે તો સંચારી રોગોથી બચી શકાય છે. સંચારી રોગોથી બચવા માટે (૧) વારંવાર સાબુથી હાથ ધોવા જોઇએ (૨) કફ એટીકેટ એટલે કે ઉધરસ કે છીંક આવે તો રૂમાલ, ટીસ્યુ કે કોણીથી મોં ઢાંકવુ (૩) જાહેરમાં થુકવુ નહિ (૪) અભિવાદન કરવા હાથ ન મિલાવતા ભારતીય સંસ્કૃતિ પ્રમાણે નમસ્કારની મુદ્રામાં અભિવાદન કરવુ જોઇએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.