Western Times News

Gujarati News

ફિરોઝાબાદ પાસે અકસ્માતમાં ૧૪ના મોત

તોતીંગ ટેલર સાથે ખાનગી બસ અથડાતા રપથી વધુને ગંભીર ઈજા

લખનઉ: ઉત્તર પ્રદેશના આગ્રા- લખનઉ એકસપ્રેસ હાઈવે પર વહેલી સવારે તોતીગ ટેલર સાથે ખાનગી બસ ટકરાતા ૧૪થી વધુ પ્રવાસીઓના ઘટના સ્થળ પર જ કમકમાટીભર્યાં મોત નીપજયા છે જયારે ૧પથી વધુ વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચતા નજીકની હોસ્પિટલોમાં  ખસેડવામાં આવ્યા છે. ઘટનાના પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા હતા અને સ્થાનિક નાગરિકો તથા અન્ય એજન્સીઓની મદદથી બચાવ કામગીરી શરૂ કરી હતી.


આ અંગેની વિગત એવી છે કે ઉત્તર પ્રદેશમાં આવેલા આગ્રા- લખનઉ એકસપ્રેસ હાઈવે પર ફિરોઝાબાદ પાસે વહેલી સવારે એક ગોઝારો અકસ્માત સર્જાયો છે આ રોડ પર ર૦ થી વધુ વ્હીલ ધરાવતા તોતીંગ ટેલર પુરઝડપે પસાર થઈ રહયું હતું આ દરમિયાનમાં એક ખાનગી લકઝરી બસ પણ પુરઝડપે પસાર થઈ રહી હતી આ દરમિયાનમાં અચાનક જ બસ ધડાકાભેર ટેલર સાથે અથડાતાં બસનો ભુક્કો બોલી ગયો હતો અને આગળના ભાગમાં બેઠેલા પ્રવાસીઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી

મોટો ધડાકો થતાં આસપાસના લોકો પણ દોડી આવ્યા હતાં બીજીબાજુ પસાર થતાં વાહનચાલકો પણ ઈજાગ્રસ્ત પ્રવાસીઓની મદદે આવી પહોંચ્યા હતાં ઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓએ સ્થળ પર પહોંચી જઈ બચાવ કામગીરી શરૂ કરી હતી બસમાંથી પતરા ચીરીને ભારે જહેમત બાદ ઈજાગ્રસ્તોને બહાર કાઢી એમ્બ્યુલન્સ વાનમાં નજીકમાં જ આવેલી હોસ્પિટલમાં  ખસેડવાની તજવીજ શરૂ કરવામાં આવી હતી પોલીસે બસમાંથી કુલ રપથી વધુ પ્રવાસીઓને ગંભીર હાલતમાં બહાર કાઢયા હતાં અને આ તમામને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે જયારે ૧૪ પ્રવાસીઓના મૃતદેહો મળી આવ્યા હતાં. આ અંગે સ્થાનિક પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.