Western Times News

Gujarati News

સંયુક્ત રાષ્ટ્ર વિકાસ સંઘ દ્વારા નિરંતર વિકાસના ધ્યેયો (એસડીજીએસ) માનવના વિકાસ માટે મોડાસા ખાતે તાલીમ કાર્યક્રમ યોજાયો

સંયુક્ત રાષ્ટ્ર વિકાસ સંઘ દ્વારા નિરંતર વિકાસના ધ્યેયો (એસડીજીએસ) માનવના વિકાસ માટે ૧૭ ધ્યેયો અને ૧૬૯ લક્ષ્યાંકો નક્કી કરેલ છે. જેના અમલ માટે રાજ્યના નિરંતર વિકાસના ધ્યેયો અંગેની તાલીમ રાજ્યના દરેક જિલ્લામાં યોજવાનું નક્કી કરવામાં આવેલ છે. જે અન્વયે અરવલ્લી જિલ્લાના માન.કલેક્ટરશ્રીના વડપણ અને માર્ગદર્શન હેઠળ મોડાસા ખાતે તાલીમ કાર્યક્રમ યોજાયો.આ પ્રસંગે જિલ્લા ના ઉત્સાહી આયોજન અધિકારી સુરેન્દ્રસિંહ ડાભી એ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતુ કે

રાજ્યના આદર્શ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ પ્રજા કલ્યાણલક્ષી યોજનાઓ ના અસરકારક અમલીકરણ દ્વારા રાજ્ય નાગરિકોની   સુખાકારી સમૃદ્ધિ મા વધારો થાય અને સમાજ માં સામાજિક સૌહાર્દ નુ વાતાવરણ દ્રઢ બને અને રાજ્ય મા સાચા અર્થમાં સૌનો સાથ સૌનો વિકાસ સાકાર થાય

તે માટે  રાજ્યમાં નિરંતર વિકાસ ના ધ્યેયો લક્ષાંકો ને સિદ્ધ કરવા ગ્રાસ રૂટ લેવલ પર પંચાયત ખાતેના તલાટી મંત્રી/ગ્રામસેવક/ પ્રાથમિક શાળા આચાર્ય/હેલ્થ વર્કર/આંગણવાડી કાર્યકર/આશાવર્કર વિગેરે તમામ ને આ વિશે માહિતગાર કરી સંવેદનશીલ કરવા માટે રાજ્ય મા સામાન્ય વહીવટ વિભાગના આયોજન પ્રભાગ ના સીધા માર્ગદર્શન હેઠળ આ તાલીમ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ છે.

આયોજન અધિકારી એ નિરંતર વિકાસના  તમામ ૧૭ ગોલ  અને લક્ષ્યાંકોની વિસ્તૃત જાણકારી આપી હતી અને ઉપસ્થિત તમામ તાલીમાર્થી નો આભાર માની પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી સમાજ સેવાના ઉમદા કર્યો કરી સરકારી સેવા લોક સેવા નો અવસર છે એ જીવનમંત્ર સાકાર કરવા અનુરોધ કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.