Western Times News

Gujarati News

ઓર્થોપેડિક સર્જન સાથે શેરબજારમાં રોકાણના બહાને રૂ.૪૧.૮૬ લાખની છેતરપિંડી

જામનગર, જામનગરમાં અંબર સિનેમા રોડ પર ઓર્થોપેડિક હોસ્પિટલ ચલાવતા જાણીતા ઓર્થોપેડિક સર્જન સાથે શેરબજારમાં રોકાણ કરવાના બહાને રૂપિયા ૪૧.૮૬ લાખની છેતરપીંડી થયાની ફરિયાદ પોલીસમાં નોંધાવવામાં આવી છે. પોલીસે એક શેર બ્રોકિંગનું કામ કરતી કંપનીના ડાયરેકટર સહિત પાંચ સામે ગુનો નોંધ્યો છે અને તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.

જામનગરમાં પાર્ક કોલોની વિસ્તારમાં રહેતા અને અંબર સિનેમા રોડ પર ઓર્થોપેડિક હોસ્પિટલ ચલાવતા ડો. કિશોરભાઈ સાજનમલ મહેશ્વરીએ જામનગરના સિટી બી ડીવીઝન પોલીસ મથકમાં પોતાની સાથે શેરબજારમાં રોકાણ કરવાના બહાને રૂપિયા ૪૧,૮૬,પપ૬ રૂપિયાની છેતરપિંડી કરવા અંગે આરકેડિઆ શેર અને બ્રોકર પ્રાઈવેટ લિમિટેડ કંપનીના ડાયરેકટર નીતિન અમૃતલાલ તેમજ એન્ટોની સિકવેટા, પ્રેમ એન્ટોની સિકવેટા, યસ રમેશભાઈ બ્રહ્મભટ્ટ અને રમેશ અમૃતલાલ બ્રહ્મભટ્ટ સામે ફરિયાદ નોંધાવી છે જે ફરિયાદના અનુસંધાને પોલીસે જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધ્યો છે, અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી તબીબે આરકેડિઆ શેર એન્ડ બ્રોકર પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં ઉપરોકત પાચેય આરોપી સાથે શેર બજારમાં રોકાણ કરવાના બહાને નાણાકીય વ્યવહાર શરૂ કર્યા હતા અને ર૦૦ડની સાલમાં પોતાનું ડિમેટ એકાઉન્ટ ખોલાવ્ય્‌ બાદ જુદા જુદા શેરમાં રોકાણ કર્યું હતું.

અલગ અલગ કંપનીના શેરની ખરીદી કર્યા બાદ ઉપરોકત પાંચેય આરોપીઓએ તબીબના શેર તેઓના એકાઉન્ટમાં જમા કરાવવાના બદલે પોતાના એકાઉન્ટમાં જમા કરી લઈ ઉચાપત કરી હતી. જે અંગેનો મામલો સામ ેઆવ્યા બાદ આખરે આ મામલો પોલીસ મથકમાં લઈ જવાયો હતો અને તબીબ દ્વારા પોલીસ ફરિયાદ કરાઈ છે. જે મામલે પોલીસ દ્વારા હાલ ઉંડાણપૂર્વકની તપાસ ચલાવવામાં આવી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.