Western Times News

Gujarati News

અબુધાબીથી આવતો મુસાફર પેટમાં સોનાની કેપ્સ્યુલ છુપાવી દાણચોરી કરતા ઝડપાયો

અમદાવાદ, અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સની એર ઇન્ટેલિજન્સ યુનિટ દ્વારા સોનાની દાણચોરીનો કેસ ઝડપાયો છે. અબુધાબીથી અમદાવાદ આવેલા શાહરૂખ નામના મુસાફરે શરીરમાં સોનાની કેપ્સુલ છુપાવા હતી.

આ અંગે અધિકારીઓને જાણ થતા તેને સિવિલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તબીબોએ સારવાર આપી તેના પેટમાંથી ૨૧.૯૦ લાખનું ૧૩૫ ગ્રામ સોનાની ત્રણ કેપ્સુલ મળ માર્ગ દ્વારા બહાર કાઢી હતી. સોનુ કબજે લઈ અધિકારીઓ દ્વારા શાહરૂખની આ દાણચોરી અંગે પૂછપરછ કરવામાં આવી રહી છે. એરપોર્ટ પર સોનાની દાણચોરી કરતા કેરિયરની જે પ્રોફાઈલ તૈયાર કરવામાં આવી છે તેના આધારે શાહરૂખને અટકાવીને તેની તલાશી લેવામાં આવી હતી.

અમદાવાદ એરપોર્ટ પર સોનાની દાણચોરી સતત વધી રહી છે ત્યારે કસ્ટમર અધિકારીઓ દ્વારા વોચ વધારવામાં આવી છે. ત્યારે જ એર અરેબિયાનીની ફ્લાઇટ નંબર ૩ન્ ૧૧૧ અમદાવાદ લેન્ડ થઈ હતી.

૧૯ ફેબ્›આરી ૨૦૨૬ના રોજ અબુધાબીથી અમદાવાદ આવેલી આ ફ્લાઈટમાંથી ઉતરેલા એક પુરુષ મુસાફરને રોકી તેને પૂછપરછ કરવામાં આવી હતીપ્રોફાઇલિંગના આધારે અધિકારીઓને મુસાફરની શંકાસ્પદ હલચલના આધારે શારુખ નામના મુસાફરને અટકાવીને પૂછપરછ કરતા તેણે શરીરમાં મેટાલિક અથવા પ્રતિ સીડીબંધિત વસ્તુઓ ગળી દાણચોરી કરવાનો પ્રયાસ કર્યાે હોવાની કબૂલાત કરી હતી.

અધિકારીઓએ તરત જ તેની અટક કરી કોર્ટમાં રજૂ કરી ૧૯-૦૨-૨૦૨૬ના રોજ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ, અમદાવાદના આદેશ મુજબ શાહરૂખને તબીબી તપાસ માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં સારવાર દરમિયાન સ્ટૂલ પાસ વખતે ડોક્ટરોએ મુસાફરના શરીરમાંથી પીળા રંગની ત્રણ સિલિન્ડ્રિકલ આકારની કેપ્સ્યુલ અને સ્ટીલ રંગની એક ગોળ આકારની કેપ્સ્યુલ બહાર કાઢી હતી.

સિવિલ હોસ્પિટલ દ્વારા મેડિકલ રિપોર્ટ આપવામાં આવ્યો હતો અને ત્યારબાદ મુસાફરને ડિસ્ચાર્જ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં તેણે આ કેપ્ચ્યુલ ગળીને સોનાની દાણ ચોરી કરવાનો પ્રયાસ કર્યાે હોવાની કબુલાત કરી હતી. અધિકારીઓએ સોનુ કબજે લીધું હતું અને વધુ તપાસ શરૂ કરી છે. કસ્ટમ દ્વારા ઝડપી લેવામાં આવેલા સોનાની કિંમત ૨૧.૯૦ લાખ જ્યારે ટેરીફ કિંમત ૨૦.૧૭ લાખ આંકવામાં આવી રહી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.