Western Times News

Gujarati News

જોરાવરગઢ ટોલ પ્લાઝા પાસેથી ૪.૬૩૩ કિલો પોષડોડા સાથે બે પકડાયા

સુઈગામ, સુઈગામ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન જોરાવરગઢ ટોલ પ્લાઝા નજીકથી ટ્રેઈલરમાંથી ૪.૬૩૩ કિલો ગ્રામ પોષડોડા સાથે રૂ. ૧૦,૭૯,૪૯૫નો મુદ્દામાલ જપ્ત કરી બે જણાને ઝડપી લીધા હતા.

તેમજ માલ આપનાર અને મંગાવનાર સહિત ચાર જણા વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.મંગળવારે રાત્રે સુઈગામ પી.આઈ. પોલીસ સ્ટાફના માણસો સાથે ભારતમાલા હાઈવે પરના જોરાવરગઢ ટોલ પ્લાઝા પાસે વાહન ચેકિંગમાં હતા. તે દરમિયાન રાજસ્થાન તરફથી આવતા એક ટ્રેઇલરને ઊભું રખાવી તેમાં તપાસ કરતાં તેમાંથી ૪.૬૩૩ કિલોગ્રામ પોષડોડા મળી આવ્યા હતા.

આ અંગે ડ્રાઈવર તેમજ ક્લિનરને ઝડપી કડક પૂછતાછ કરતાં આ પોષડોડા સામખીયાળીના એક વ્યકિતએ મંગાવેલા હોવાનું જણાવ્યું હતું. આ અંગે સુઈગામ પોલીસે બંને જણાની અટકાયત કરી પોષડોડા તેમજ ટ્રેઇલર અને મોબાઈલ સહિત રૂ. ૧૦,૭૯,૪૯૫નો મુદ્દામાલ જપ્ત કરી ઝડપાયેલા દલારામ જેઠારામ જાટ (રાજસ્થાન), અનિલભાઈ ખેતારામ જાટ (રાજસ્થાન), માલ આપનાર શ્રવણકુમાર જાટ (રાજસ્થાન) તથા માલ મંગાવનાર જેમલભાઈ છગનભાઈ કોલી (રહે. શાંતિનગર, સામખીયાળી) સહિત ચાર જણા વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.