Western Times News

Gujarati News

શાહરુખ મને ચાર સીન કે ચાર ગીત કહેશે તો હું કરીશ: રકુલપ્રીત

મુંબઈ, રકુલપ્રીત તેની ફિલ્મ કરતાં વધુ તેની આરોગ્ય અને તંદુરસ્તી અંગેની ચર્ચા માટે વધુ ચર્ચામાં રહે છે. તાજેતરના એક ઇન્ટરવ્યુમાં રકુલપ્રીતે વિવિધ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાની પોતાની સફર અને જીવનના આગામી પ્રકરણ વિશે વાત કરી હતી.

રકુલ માને છે કે હાલ તે એવા તબક્કમાં છે, જ્યારે તે પોતાના નિર્ણયો અને પસંદગી પર પુનર્વિચારણા કરી રહી છે. સંતુલન જાળવવાની વાત પર રકુલપ્રીતે જણાવ્યું, “મારે કમર્શીયલ ફિલ્મ કરવી છે, પરંતુ એમાં મને ગમે એવું કશુંક હોવું જોઈએ. મેં માત્ર દેખાળા પૂરતાં રોલ પણ કર્યા જ છે. મારે કોઈ એવા રોલ નથી કરવા જેમાં એક છોકરી માત્ર ચાર સીન કે ગીત માટે આવે અને જતી રહે. મારે ઊંડાણ ધરાવતી સ્ત્રીના, પછી તે સુંદર કપડામાં શહેરની આધુનિક છોકરી હોય કે પછી નાના ગામની સંઘર્ષ કરતી છોકરી, એવા કોઈ પણ રોલ રહું કરી શકું છું.”

આ જ દર્શાવે છે કે રકુલ હવે પોતાની દિશા બદલવા વિચારી રહી છે, તે મસાલા ફિલ્મોથી દૂર જવા નથી માગતી, તેમાં જ રહીને પોતાનું સ્થાન ફરી મજબુત કરવા માગે છે, હવે તેનું ધ્યાન સુંદરતાથી વધુ પાત્રો પર છે.રકુલે કહ્યું, “પરંતુ, જો શાહરુખ મને કોલ કરે અને ચાર સીન કે ચાર ગીતનો રોલ કહે તો હું બિલકુલ કરીશ.”રકુલ જણાવે છે, “ઘણી વખત તમે ફિલ્મ કરો છો, કારણ કે તમે એ મેકર સાથે કામ કરવા માગો છો.

ક્યારેક તમારે ફિલ્મના કાએક્ટર સાથે કામ કરવા માગતા હોય, ક્યારેક તમને રોલ ગમતો હોય છે. મારે મારી જાતને એક ડબ્બામાં બંધ નથી કરવી. હું તો ઇચ્છીશ કે હું મેકઅપ વિનાનો નાના ગામની છોકરીનો રોલ કરું. કે પછી ગ્લેમરસ રોલ હોય તો પણ ચાલે. મારે બસ ટકી રહેવું છે. હું એક ઉમરમાં બંધાવા નથી માગતી.” છેલ્લે રકુલ અજય દેવગન અને માધવન સાથે દે દે પ્યાર દે ૨માં જોવા મળી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.