વિશાલ ભારદ્વાજ અને શાહરુખ સાથે કામ કરી શકે છે
મુંબઈ, શાહરૂખ ખાન પોતાની આવનારી એક્શન ફિલ્મ ‘કિંગ’ની રિલીઝ માટે તૈયારીઓ કરી રહ્યો છે, ત્યારે લાગે છે કે એસઆરકે અને વિશાલ ભારદ્વાજ વચ્ચેનું કોલબરેશન નજીકના ભવિષ્યમાં જોવા મળી શકે છે.
કાવ્યાત્મક પરંતુ ધારદાર વાર્તા કહેવા માટે જાણીતા વિશાલ ભારદ્વાજે ‘હૈદર’ (૨૦૧૪), ‘કમિને’ (૨૦૦૯) અને ‘મકબૂલ’ (૨૦૦૩) જેવી યાદગાર ફિલ્મો આપી છે. વર્ષાેથી આ ડિરેક્ટર વિશાલ ભારદ્વાજ અને એક્ટર શાહરુખ એકબીજાના વખાણ કરતા આવ્યા છે, છતાં અત્યાર સુધી તેમણે સાથે કોઈ ફિલ્મ કરી નથી. પરંતુ હવે બંને તરફથી આશા વ્યક્ત થઈ રહી છે કે કદાચ આ વખત આ સપનું સાકાર થઈ શકે છે.
એએનઆઈ સાથેની તાજેતરની વાતચીતમાં વિશાલ ભારદ્વાજે શાહરૂખ ખાન સાથે કામ કરવાની પોતાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું, “મને લાગે છે કે આ કોલબરેશન થવું જ જોઈએ. હું વર્ષ દરમિયાન અનેક વાર અલગ-અલગ ફિલ્મ માટે શાહરૂખ સાથે વાત કરું છું. તે હંમેશા મારા મેસેજનો જવાબ આપે છે અને ખૂબ જ સારો માણસ છે. તે આપણા દેશનો સૌથી મોટો ચાર્મર છે.”વિશાલે વધુમાં ખુલાસો કર્યાે કે તેમણે તાજેતરમાં પણ શાહરૂખને એક વાર્તા સંભળાવી છે.
તેમણે ઉમેર્યું, “શાહરૂખ ખાનને કોણ પસંદ નથી કરતું? દરેકને તે ગમે છે. તેના વ્યક્તિત્વમાં કંઈક એવું સુંદર છે, જે તેને શાહરૂખ ખાન બનાવે છે. ‘ઓ રોમિયો’ દરમિયાન પણ મેં તેને એક કહાની મોકલી હતી. તે હંમેશા કહે છે, ‘યાર, એક ફિલ્મ તો હોવી જ જોઈએ જે આપણે બંને સાથે કરીએ.’ અમારી વચ્ચે એક ફિલ્મ ચોક્કસ હોવી જ જોઈએ. ઈન્શાલ્લાહ, આ વખત ચમત્કાર થઈ જાય.”SS1MS
