Western Times News

Gujarati News

ઉદયપુરમાં રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના શાહી લગ્ન

મુંબઈ, સાઉથ ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું મોસ્ટ ફેવરેટ અને પોપ્યુલર ગણાતું કપલ રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા આખરે આજે ૨૬મી ફેબ્›આરી, ૨૦૨૬ના રોજ લગ્નબંધનમાં બંધાઈ ગયું. રાજસ્થાનના ઉદયપુરમાં આવેલી વૈભવી હોટલ ‘મેમેન્ટોઝ બાય ખાતે યોજાયેલા આ લગ્નને ચાહકોએ ‘વેડિંગ ઓફ વિરોશ’ નામ આપ્યું છે.

હવે લગ્ન બાદ રશ્મિકાની પહેલી પોસ્ટ સામે આવી છે.સાઉથના સુપરસ્ટાર વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાનાએ સવારે પરંપરાગત આંધ્ર એટલે કે તેલુગુ પદ્ધતિ અને બાદમાં સાંજે કન્નડ પદ્ધતિથી લગ્ન કર્યા. સવારની લગ્નવિધિમાં વિજય સફેદ ધોતી અને રશ્મિકા પરંપરાગત સિલ્ક સાડીમાં નજરે પડ્યા હતા.

જ્યારે સાંજે રશ્મિકાએ તેની સાસુ દ્વારા ભેટમાં આપવામાં આવેલી ખાસ સાડી પહેરી હતી.લગ્નબંધનમાં બંધાયા બાદ આ નવદંપતીએ સોશિયલ મીડિયા પર પહેલી વખત ફોટો શેર કર્યા હતા. આ ફોટો સોશિયલ મીડિયા પર તૂફાન વાઈરલ થઈ રહ્યા છે. રશ્મિકાએ લગ્નના ફોટો શેર કરતાં લખ્યું હતું કે ચાલો હું તમને મારા પતિ – મિસ્ટર વિજય દેવરકોંડાને મળાવું.

એ વ્યક્તિ કે જેણે મને સાચા પ્રેમ અને શાંતિનો અર્થ સમજાવ્યો. રોજે મને કહ્યું કે મોટા મોટા સપનાં જોવા યોગ્ય છે અને મને એ વિશ્વાસ અપાવ્યો કે હું એનાથી અનેક ગણું વધુ હાંસિલ કરી શકું છે, જે મેં ક્યારેય વિચાર્યું પણ નહોતું.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.