Western Times News

Gujarati News

અમિતાભ બચ્ચન અને ‘દીવાર’નો અનોખો ક્રેઝ

મુંબઈ, ભારતીય સિનેમાના ઈતિહાસમાં અમિતાભ બચ્ચનની ફિલ્મ ‘દીવાર’ એક સીમાચિહ્ન રૂપ ગણાય છે. આ ફિલ્મથી જ બચ્ચન સાહેબને બોલીવુડના ‘એન્ગ્રી યંગ મેન’ તરીકે છાપ છોડી હતી.

તાજેતરમાં આ આઈકોનિક ફિલ્મના ૫૧ વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે દુબઈના એક મોટા ગજાના બિઝનેસમેન અને અમિતાભ બચ્ચનના પરમ પ્રશંસકે મુંબઈમાં તેમને રૂબરૂ મળીને પોતાની વર્ષાે જૂની ઈચ્છા પૂરી કરી છે. આ મુલાકાત માત્ર એક ફેન મોમેન્ટ નથી, પરંતુ સિનેમા પ્રત્યેના અખૂટ પ્રેમનું પ્રતીક બની રહી છે.દુબઈ સ્થિત ગોલ્ડ બિઝનેસ ડાયકૂન અનિલ ધનક તાજેતરમાં મુંબઈમાં અમિતાભ બચ્ચનના નિવાસસ્થાન જલસા ખાતે મળ્યા હતા.

આ પ્રસંગે તેમણે અમિતાભ બચ્ચનને ફિલ્મ દિવારના તેમના આઈકોનિક લૂકવાળું એક આર્ટવર્ક કેનવાસ ભેટમાં આપ્યુ હતું. અમિતાભ બચ્ચને પણ ખૂબ જ સહજતાથી આ કેનવાસ પર પોતાના હસ્તાક્ષર કરી આપ્યા હતા.

અનિલ ધનકે જણાવ્યું કે, આટલા મોટા કદના સુપરસ્ટાર હોવા છતાં અમિતાભ બચ્ચન સમયના ખૂબ પાબંદ છે અને તેમનો સ્વભાવ અત્યંત નમ્ર છે.મુલાકાત દરમિયાન અનિલ ધનકે જૂની યાદો તાજી કરતા જણાવ્યું કે, ૭૦ના દાયકામાં જ્યારે અમિતાભ બચ્ચનની કોઈ ફિલ્મ રિલીઝ થતી, ત્યારે આખું શહેર જાણે થિયેટર પર ઉમટી પડતું હતું. ‘દીવાર’ જેવી ફિલ્મો માટે લોકો વહેલી સવારથી જ ટિકિટ મેળવવા કતારો લગાવતા હતા. તે સમયે ફિલ્મો માત્ર મનોરંજનનું સાધન નહીં, પરંતુ એક ઉત્સવ સમાન ગણાતી હતી. આજે પણ ૫૧ વર્ષ બાદ ‘દીવાર’ના એ ડાયલોગ અને અમિતાભ બચ્ચનનો જોશ એટલો જ પ્રભાવશાળી લાગે છે.

પાંચ દાયકાથી વધુ લાંબી કારકિર્દી ધરાવતા અમિતાભ બચ્ચન આજે એક બ્રાન્ડ જેવા છે. તેમની વ્યાવસાયિક શિસ્ત અને કામ પ્રત્યેનું સમર્પણ નવી પેઢીના કલાકારો માટે માર્ગદર્શક છે.

૧૯૭૫માં આવેલી ‘દીવાર’ એ માત્ર એક એક્શન ફિલ્મ નહોતી, પરંતુ તે સમયના સમાજમાં વ્યાપ્ત અન્યાય અને અસમાનતા સામેનો એક બળવો હતો. આ ફિલ્મે જ અમિતાભને માત્ર સ્ટાર નહીં પણ લિજેન્ડ બનાવ્યા છે, જેનો જાદુ આજે આખી દુનિયામાં, ખાસ કરીને દુબઈ જેવા આંતરરાષ્ટ્રીય શહેરોમાં પણ જોવા મળે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.