Western Times News

Gujarati News

ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ને મળી કુલ ૧૬.૬૩ લાખ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે

પ્રતિકાત્મક

ગુજરાતમાં આવતીકાલ તા. ૨૬/૦૨/૨૦૨૬થી ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ બોર્ડની પરીક્ષાનો થશે વિધિવત પ્રારંભ

પરીક્ષા એ જીવનનો અંત નથી પણ નવી શરૂઆત છે: પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીની ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓને હાર્દિક શુભેચ્છાઓ

વિદ્યાર્થીઓ ભયમુક્ત અને શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ તમામ પરીક્ષા કેન્દ્રો પર જરૂરી સુવિધાઓ-ચુસ્ત સુરક્ષા સુનિશ્ચિત કરાઈ

અમદાવાદ, સમગ્ર ગુજરાતમાં આવતીકાલ તારીખ ૨૬/૦૨/૨૦૨૬થી ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની બોર્ડની પરીક્ષાઓનો વિધિવત પ્રારંભ થઈ રહ્યો છે. આ મહત્વપૂર્ણ અવસરે ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ રાજ્યના તમામ પરીક્ષાર્થી વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવી છે.

 મંત્રીશ્રીએ તેમના સંદેશમાં જણાવ્યું હતું કેવડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તાજેતરમાં જ “પરીક્ષા પે ચર્ચા” થકી દેશભરના વિદ્યાર્થીઓને કોઈપણ દબાણ કે ચિંતા વિના સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપવા માટે પ્રોત્સાહિત કર્યા છે. દરેક વ્યક્તિની એક વિશેષ ક્ષમતા હોય છેએ ક્ષમતાને પારખીને પોતાની સ્કિલ પર વધુ ફોકસ કરીને ચિંતા મુક્ત થઈ પરીક્ષા આપવા મંત્રીશ્રીએ આગ્રહ કર્યો છે.

 પરીક્ષા એ વિદ્યાર્થીઓના વર્ષભરની મહેનતનું પરિણામ મેળવવાનો અવસર છે. મંત્રી શ્રી વાઘાણીએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા આશાવાદ વ્યક્ત કર્યો હતો કેવિદ્યાર્થીઓ કોઈપણ જાતના ડર કે માનસિક બોજ રાખ્યા વિના આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપે.

 મંત્રીશ્રીએ પરીક્ષાર્થીઓના વાલીઓને પણ અનુરોધ કર્યો છે કેવિદ્યાર્થીના પરિવારજનોએ ઘરનું વાતાવરણ હળવું રાખવા અને બાળકો પર વધુ પડતું દબાણ લાવવાને બદલે તેમનો ઉત્સાહ વધારવું જોઈએ.

 મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ તેમજ નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના સહયોગથી રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગ દ્વારા તમામ પરીક્ષા કેન્દ્રો પર જરૂરી સુવિધાઓ અને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છેજેથી વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી શકેતેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

 પ્રવક્તા મંત્રીશ્રીએ માહિતી આપતા જણાવ્યું હતું કેરાજ્યમાં ધોરણ-૧૦ના ૯.૦૭ લાખથી વધુધોરણ-૧૨ સામાન્ય પ્રવાહના ૫.૦૧ લાખથી વધુધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહના ૧.૧૯ લાખથી વધુ અને ગુજકેટના વિદ્યાર્થીઓ મળી રાજ્યભરના કુલ ૧૬.૬૩ લાખથી વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે.

 ગુજરાતના તેજસ્વી વિદ્યાર્થીઓ પોતાની પ્રતિભા સાબિત કરી રાજ્યનું અને પોતાના પરિવારનું નામ રોશન કરશેતેવો આશાવાદ વ્યક્ત કરતા મંત્રીશ્રીએ કહ્યું હતું કે, “પરીક્ષાના પેપર લખતી વખતે મન સ્થિર રાખીજે આવડે છે તેને શ્રેષ્ઠ રીતે રજૂ કરો. તમારી મહેનત ચોક્કસપણે રંગ લાવશે. સૌને ઉજ્જવળ સફળતા માટે ખૂબ ખૂબ અભિનંદન.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.