હીરાપુર ચોકડી પાસે ફાગણી પૂનમના મેળામાં જતા પદયાત્રીઓ માટે ‘પ્રસાદી કેમ્પ’નો ભવ્ય શુભારંભ
પ્રતિકાત્મક
અમદાવાદ: યાત્રાધામ ડાકોર ખાતે ફાગણી પૂનમના મેળામાં જતા પદયાત્રીઓની સેવા માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ અતીતના આશીર્વાદ સેવા ટ્રસ્ટ દ્વારા ભવ્ય ‘પ્રસાદી કેમ્પ’નું આયોજન કરવામાં આવ્યું છે.
આ પ્રસાદી કેમ્પનો મંગલ પ્રારંભ તા. ૨૭-૦૨-૨૦૨૬, શુક્રવારના રોજ સવારે ૯-૩૦ કલાકે શ્રી મહંત શિવરામદાસજી મહારાજ (સરયુ મંદિર, પ્રેમ દરવાજા) ના વરદ હસ્તે કરવામાં આવ્યો છે. આ કેમ્પ આગામી સોમવાર, તા. ૦૨-૦૩-૨૦૨૬ સુધી કાર્યરત રહેશે.
કેમ્પમાં પદયાત્રીઓ માટે વિવિધ સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે:
• ભોજન પ્રસાદ: પદયાત્રીઓ માટે શુદ્ધ ઘીની ખીચડી અને કઢીનો પ્રસાદ પીરસવામાં આવશે.

• રામ ધૂન: દરરોજ સવારે ૯ થી સાંજના ૬ કલાક સુધી અવિરત રામ ધૂનનું આયોજન.
• તબીબી સેવા: ડૉ. હસમુખભાઈ અગ્રવાલ (રેશમબાઈ હોસ્પિટલ) અને ક્રિએટીવ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પદયાત્રીઓ માટે નિઃશુલ્ક તબીબી સારવાર કેમ્પની વ્યવસ્થા કરવામાં આવી છે.
• ફરાળની વ્યવસ્થા: એકાદશી નિમિત્તે ફરાળ તેમજ ભોજનની ખાસ વ્યવસ્થા રાખવામાં આવી છે.
આ કેમ્પનું આયોજન પરમ આનંદ ધામ “વૃદ્ધાશ્રમ”, શ્રી બાલા બહુચરાજી મંદિર પાસે, હીરાપુર ચોકડી, તા. દસક્રોઈ, જિ. અમદાવાદ ખાતે કરવામાં આવ્યું છે.
આ સેવાકીય કાર્યમાં શ્રી ગ્રહપીડા નાશક હનુમાનજી મંદિર તેમજ ભંડેરી પોળ સેવા સમિતિના સહયોગથી પદયાત્રીઓની સુવિધાનું પૂરતું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.
ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી અવધબિહારીદાસજીએ તમામ ભક્તોને આ પ્રસાદનો લાભ લેવા હાર્દિક આમંત્રણ પાઠવ્યું છે.
