Western Times News

Gujarati News

ભારતને ‘સેમિકન્ડક્ટર હબ’ બનાવવાનું PM મોદીનું લક્ષ્યાંક- વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી 

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય આઈ ટી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ  અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી કોન્ફરન્સમાં વિશેષ ઉપસ્થિતિ રહેશે

મહાત્મા મંદિર ખાતે આગામી તા.૧ માર્ચે ગુજરાત સેમિકનેક્ટ  કૉન્ફરન્સ- ૨૦૨૬‘  યોજાશે -વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયા

Gandhinagar, જ્યારે દુનિયાની સામે કોવિડ- ૧૯ ના પડકારો ઊભા થયા અને તેને કારણે અમુક જે અગત્યના પાર્ટસ હતા એની સપ્લાય ચેઈન ખોટવાઈ હતી એમાં મહત્વની સિસ્ટમ સેમીકન્ડક્ટર છે.

સેમીકન્ડક્ટર ઉત્પાદન બંધ થવાથી દુનિયાના ઘણાં ઉદ્યોગો ને માઠી અસર થઈ  હતી.  આ એક મોટો પડકાર હતોઆ પડકારને એક અવસર ગણીને વડાપ્રધાન નરેન્દ્રભાઈએ દેશને સેમીકન્ડક્ટર હબ બનાવવાનું નક્કી કર્યું જેને પરિણામે આજે દેશ સેમીકન્ડક્ટર સહિતના ફિફ્થ જનરેશન સ્માર્ટ મેનુફકચુરિંગમાં દુનિયામાં નેતૃત્વ કરી રહ્યું છે.

      આ બાબતે ગયા અઠવાડિયામાં વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં દિલ્હીમાં ઈન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ- ૨૦૨૬ યોજાઈ, જેમાં દુનિયાના અંદાજે ૮૮ દેશોએ સાથે મળીને એ.આઈ. નો એથિકલ (નૈતિક) ઉપયોગ થઈ શકે એ માટેના ડિક્લેરેશન પણ બહાર પાડ્યા છે. ગુજરાત પણ સેમીકન્ડક્ટર ઉત્પાદન ક્ષેત્રે દેશનું હબ બની રહ્યું છે‌ જે સંદર્ભે અંદાજે રૂ.૧.૨૪ લાખ કરોડના પ્રોજેક્ટ બની રહ્યા છે તેમવિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી શ્રીઅર્જુન મોઢવાડીયાએ ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતું.

      મંત્રી શ્રીમોઢવાડિયાએ કહ્યું કેમુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતે ભારતનું અગ્રણી સેમિકન્ડક્ટર હબ તરીકે ઉભરી રહ્યું છે. જે ભારતના ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન અને વ્યૂહાત્મક ટેકનોલોજી આધારને મજબૂત બનાવવા દિશામાં મહત્વપૂર્ણ પગલું છે.જેના ભાગરૂપે મહાત્મા મંદિર,ગાંધીનગર ખાતે આગામી તા.૧ અને ૨ માર્ચે ગુજરાત સેમિકનેક્ટ કૉન્ફરન્સ- ૨૦૨૬’ યોજાશે.

      આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલકેન્દ્રીય આઈ ટી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી વિશેષ ઉપસ્થિતિ રહેશે તેમ,વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયાએ વધુ વિગતો આપતાં જણાવ્યું હતું. 

      મંત્રીશ્રીએ કહ્યું કે,આ મહત્વપૂર્ણ સિદ્ધિ ગુજરાતને મેમરી પેકેજિંગ અને અદ્યતન સેમિકન્ડક્ટર ઉત્પાદન માટે મુખ્ય કેન્દ્ર તરીકે સ્થાપિત કરશે. ગુજરાત સેમીકનેક્ટ-૨૦૨૬નું આયોજન રાજ્યના ફ્લેગશિપ પ્લેટફોર્મ તરીકે કરવામાં આવી રહ્યું છેજેનો હેતુ વૈશ્વિક અને સ્વદેશી સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ ભાગીદારોને એકત્રિત કરવાનો છે. આ પરિષદનો હેતુ હાઈ-ટેક ચિપ ઉત્પાદકોસપ્લાય ચેઇન ભાગીદારો અને સ્થાનિક ઉદ્યોગો વચ્ચે વ્યૂહાત્મક સહકાર સક્ષમ બનાવીગુજરાતમાં સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમના દીર્ઘકાલીન વિકાસને મજબૂત બનાવવાનો છે.

      તેમણે કહ્યું કે,આ વૈશ્વિક પરિષદની ત્રીજી આવૃત્તિ SemiConnect ૨૦૨૪ અને ૨૦૨૫ની મજબૂત ગતિ પર આધારિત છેજેણે સેમિકન્ડક્ટર વેલ્યુ ચેઇનના મુખ્ય હિતધારકો-ફેબ્સફાઉન્ડ્રીઝમુખ્ય સાધન અને સામગ્રી પુરવઠાકર્તાઓ અને અગ્રણી ડિઝાઇન ઇકોસિસ્ટમ ભાગીદારોને સફળતાપૂર્વક એકત્રિત કર્યા હતા.

અગાઉની આવૃત્તિઓએ સંકલિત B2B અને B2G મીટિંગ્સટેકનોલોજી પ્રદર્શન અને વિષય આધારિત સત્રો દ્વારા રોકાણ પ્રોત્સાહનસપ્લાય ચેઇન વિકાસનવીનતા અને પ્રતિભા નિર્માણમાં અર્થપૂર્ણ ભાગીદારીઓ સક્ષમ બનાવી હતી. અત્યાર સુધી ૮ કરતાં વધુ દેશોમાંથી ઉદ્યોગ પ્રતિનિધિઓ,વિદેશી સંસ્થાઓસંશોધકો,નવીનકારોરોકાણકારો અને વિદ્યાર્થીઓ સહિત ૨,૫૦૦થી વધુ નોંધણીઓ થઈ છે.

      તેમણે કહ્યું કે,આ કાર્યક્રમમાં મુખ્ય રોકાણકારો ઉપસ્થિતિ પણ રહેશેજેમાં Tata Electronicsના ડૉ. રણધીર ઠાકુર, Micron Technologyના શ્રી સંજય મહેતા, CG Powerના શ્રી જી. સી. ચતુર્વેદી, Kaynes Semiconના શ્રી રમેશ કન્નન અને વૈશ્વિક સેમિકન્ડક્ટર ઉદ્યોગસાધન નિર્માતાઓ અને સપ્લાય ચેઇનનું પ્રતિનિધિત્વ કરતી વૈશ્વિક સંસ્થા SEMIના પ્રેસિડેન્ટ અને CEO શ્રી અજય મનોચાનો સમાવેશ થાય છે.

આ કાર્યક્રમ દરમિયાન ગુજરાતના સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રમાં નવા રોકાણો અને કુશળતા વિકાસ પહેલ સંબંધિત જાહેરાતો કરવાની યોજના છે તેમ‌ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

આ પરિષદમાં વૈશ્વિક અને ભારતીય અગ્રણી નિષ્ણાતો સાથે કેન્દ્રિત પેનલ સત્રો યોજાશે: જેમાં

• પેનલ 1 – “નેક્સ્ટ જન સેમિકન્ડક્ટર્સ” – Raghu Panicker (CEO, Kaynes Semicon), Hem Takiar (Corporate VP, Micron Technology), Venkata Simhadri (Founder & MD, ASIP Technologies) જેવા મુખ્ય વક્તાઓ ગુજરાત legacy nodesમાંથી અદ્યતન સેમિકન્ડક્ટર સંશોધન અને ઉત્પાદનમાં કેવી રીતે પરિવર્તન કરી શકે તે અંગે ચર્ચા કરશે. તેઓ cutting-edge ટેકનોલોજી રોકાણ આકર્ષવાસ્થાનિક ક્ષમતાઓ મજબૂત કરવા અને ડિઝાઇનફેબ્રિકેશન અને સપ્લાય ચેઇન કાર્યક્ષમતામાં નવીનતા દ્વારા વૈશ્વિક વેલ્યુ ચેઇનમાં એકીકરણની ભારતની સંભાવનાઓ પર પ્રકાશ પાડશે.

• પેનલ 2 – “લોજિસ્ટિક્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર” – Vinayak Pai (CEO, Tata Projects), Takayoshi Uchiumi (Deputy Regional Head, Nippon Express) જેવા પ્રતિષ્ઠિત વક્તાઓ ધોલેરા અને સાનંદ જેવા હબમાં સેમિકન્ડક્ટર ઉત્પાદનને ટેકો આપવા વિશ્વસ્તરીય લોજિસ્ટિક્સમલ્ટીમોડલ કનેક્ટિવિટી અને સુરક્ષિત સપ્લાય ચેઇન સક્ષમ બનાવવા અંગે ચર્ચા કરશે. પેનલ બંદરોની તૈયારીવિશિષ્ટ પરિવહનઊર્જા માળખું અને પાઈપલાઈન આધારિત લોજિસ્ટિક્સ જેવા ઉચ્ચ-સુક્ષ્મ સેમિકન્ડક્ટર કામગીરી માટે જરૂરી પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે.

• પેનલ 3 – “સેમિકન્ડક્ટર ફાઇનાન્સિંગ” – Dipesh Shah (Executive Director, IFSCA), Avichal Khera (CFO, GIFT City), V. Bala (CEO, NSE IX) જેવા પ્રતિષ્ઠિત મહાનુભાવો દર્શાવશે કે GIFT IFSC ભારતની સેમિકન્ડક્ટર આશાઓ માટે નાણાકીય શક્તિ કેન્દ્ર કેવી રીતે બની શકે. નિષ્ણાતો વૈશ્વિક મૂડી પ્રવાહનવીન નાણાકીય વ્યવસ્થાઓરોકાણમૈત્રી નિયમન અને IFSC આધારિત સંસ્થાઓ મોટા પાયે સેમિકન્ડક્ટર ફેબ્સ અને ઇકોસિસ્ટમ વિકાસને કેવી રીતે પ્રોત્સાહિત કરી શકે તે અંગે ચર્ચા કરશે.

• પેનલ 4 – “સંશોધન અને વર્કફોર્સ” – S. D. Sudarshan (ED, CDAC), Dr. Madan Mohan Tripathi (DG, NIELIT), Dr. Rajat Moona (DG, IIT Gandhinagar) જેવા પ્રતિષ્ઠિત વક્તાઓ સેમિકન્ડક્ટર સંશોધનઅદ્યતન કુશળતા વિકાસ અને માનવ સંસાધન નિર્માણમાં ભારતની ક્ષમતાવર્ધન પર ધ્યાન કેન્દ્રિત કરશે. પેનલ R&D સંસ્થાઓપાઠ્યક્રમ આધુનિકીકરણઉદ્યોગ-શૈક્ષણિક સહકાર અને વિશિષ્ટ કુશળતા માર્ગોના મહત્વને ઉજાગર કરશે.

• પેનલ 5 – “ઇલેક્ટ્રોનિક્સ ઇકોસિસ્ટમ” – Anuraag Dhoot (MD, Epitome), Sneh Shah (Director, Aimtron Electronics), William Dieu (CMO, Polaris) જેવા મુખ્ય વક્તાઓ PCB ઉત્પાદનથી લઈને મજબૂત ઘટક સપ્લાય ચેઇન સુધી ભારતના ઇલેક્ટ્રોનિક્સ ઇકોસિસ્ટમને મજબૂત બનાવવાના મુદ્દાઓ પર ચર્ચા કરશે. તેઓ સ્થાનિક ક્ષમતાઓ વધારવાઆયાત પરની નિર્ભરતા ઘટાડવા અને વૈશ્વિક સ્પર્ધાત્મક ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન સક્ષમ બનાવવા પર પ્રકાશ પાડશે.

પરિષદમાં આંતરરાષ્ટ્રીય અને ઉદ્યોગ સંબંધો મજબૂત કરવા માટે ઉચ્ચ સ્તરીય બેઠકો યોજાશે:

• Taiwan Country Roundtable: ભારતની પ્રથમ વ્યાપારી સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન સુવિધા અને વ્યાપક ઇકોસિસ્ટમ સહકાર માટે ટેકનોલોજી ભાગીદારી પર ધ્યાન કેન્દ્રિત.

• Japan Country Roundtable: ગુજરાતમાં ક્ષમતાવર્ધન માટે જાપાનના સુસ્થાપિત upstream સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ સાથે સંવાદ.

• Micron Ecosystem Roundtable: સ્થાનિક વેલ્યુ ચેઇન નિર્માણ માટે Micronના વૈશ્વિક સપ્લાયર્સની ભાગીદારી.

• Workforce Development & Future Skills – “From Silicon to Students”: સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રમાં કારકિર્દી માર્ગ અને કુશળતા વિકાસ અંગે માર્ગદર્શન.

      આ ઉપરાંતવરિષ્ઠ ઉદ્યોગ નેતાઓ અને સરકારી અધિકારીઓ વચ્ચે પસંદગીયુક્ત one-to-one મીટિંગ્સ પણ યોજાશે.

      આ ઉપરાંત તા. ૨ માર્ચે પ્રતિનિધિઓ ધોલેરા સેમિકોન સિટીનો પ્રવાસ કરશેજ્યાં Tata Electronics અને વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજાશે. મુલાકાતીઓ ધોલેરાની plug-and-play ઔદ્યોગિક માળખુંવીજળી અને પાણી  પ્રણાલીલોજિસ્ટિક્સ તૈયારીઓ અને ચાલી રહેલા સેમિકન્ડક્ટર સંબંધિત વિકાસનો firsthand અનુભવ કરશે.

      પરિષદને વૈશ્વિક અને રાષ્ટ્રીય જ્ઞાન ભાગીદારોનો મજબૂત સમર્થન મળ્યો છેજેમાં SEMI, JETRO, KOTRA, India Semiconductor Mission (ISM), ELCINA, IESA, ICEA, MEDEPC અને Invest Indiaનો સમાવેશ થાય છે.

      આ પરિષદમાં Yu Yoshida San (DG, JETRO, Ahmedabad), Mr. Kim (Director, KOTRA, Ahmedabad) અને Mr. Homer Chang (DG, TECC, Mumbai)ની ઉપસ્થિતિ રહેશે.ગુજરાત સેમીકનેક્ટ  ૨૦૨૬ રાજ્યમાં સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન સાબિત થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.