Western Times News

Gujarati News

‘ચિકની ચમેલી’ જેવા ગીત તો નહીં ગાઉંઃ શ્રેયા ઘોસાલ

મુંબઈઃ પોતાના મધુર અવાજથી કરોડો લોકોના દિલ જીતનાર બોલીવુડ સિંગર શ્રેયા ઘોષાલ અત્યારે તેના એક જૂના સુપરહિટ ગીત ‘ચિકની ચમેલી’ને કારણે ચર્ચામાં છે.

વર્ષ ૨૦૧૨માં ફિલ્મ ‘અગ્નિપથ’ માટે ગાયેલું આ ગીત બ્લોકબસ્ટર સાબિત થયું હતું, પરંતુ હવે શ્રેયાએ ભવિષ્યમાં આવા ‘આઈટમ સોંગ્સ’ કે દ્વિઅર્થી શબ્દો ધરાવતા ગીતો ન ગાવાનો નિર્ણય કર્યાે છે. શ્રેયાનું માનવું છે કે કલાકાર તરીકે આપણી સામાજિક જવાબદારી પણ હોય છે અને ગીતોના બોલ મર્યાદામાં હોવા જોઈએ.

એક પોડકાસ્ટમાં વાત કરતા શ્રેયાએ ખુલાસો કર્યાે કે ‘ચિકની ચમેલી’ની સફળતા બાદ તેની પાસે આવા અનેક ગીતોની લાઈન લાગી હતી. જોકે, ઘણા ગીતોના શબ્દો એટલા અશ્લીલ અને મહિલાઓને એક વસ્તુ તરીકે રજૂ કરનારા હતા કે તેણે આ બધા ગીતો ગાવાની ના પાડી હતી. શ્રેયાએ જણાવ્યું કે, “મને અમુક એવી લાઈનો ગાવા માટે કહેવામાં આવ્યું હતું જે સાંભળીને જ મને શરમ આવી ગઈ હતી.

પોતાના જૂના ગીતો વિશે વાત કરતા શ્રેયાએ સ્વીકાર્યું કે જ્યારે તેણે ‘ચિકની ચમેલી’ રેકોર્ડ કર્યું ત્યારે તે એટલી પરિપક્વ નહોતી કે દરેક શબ્દનો ઊંડો અર્થ સમજી શકે. જોકે તે આજે પણ કોન્સર્ટમાં આ ગીત પર પરફોર્મ કરે છે કારણ કે તે તેનું કામ છે, પરંતુ હવે ઉંમર અને અનુભવ સાથે તેને સમજાયું છે કે ગીતોની પસંદગીમાં સાવધાની રાખવી જરૂરી છે.

શ્રેયાએ જણાવ્યું કે ઘણીવાર સ્ટેજ પર આવા ગીતો ગાતી વખતે તે પોતાની આંખો બંધ કરી લે છે, કારણ કે તે ગીતને નકારી શકતી નથી પણ તેના શબ્દોથી અન્કમફર્ટેબલ જરૂર અનુભવે છે.

શ્રેયા ઘોષાલ આ મુદ્દે વાત કરતા ભાવુક થઈ ગઈ હતી. તેણે જણાવ્યું કે જ્યારે ૫-૬ વર્ષની નાની બાળકીઓ તેની પાસે આવીને કહે છે કે તેમને ‘ચિકની ચમેલી’ ગીત ખૂબ ગમે છે અને તેઓ તે ગાવા માંગે છે, ત્યારે તેને ખૂબ જ શરમ અનુભવાય છે. શ્રેયાના મતે “તે બાળકોને તે શબ્દોનો અર્થ પણ ખબર નથી હોતી.

સેન્સુઅલ હોવું અને કોઈને વસ્તુ સમજવી એ વચ્ચે ખૂબ પાતળી ભેદ રેખા છે.” એક જવાબદાર કલાકાર તરીકે શ્રેયા હવે એવા ગીતો ગાવા માંગે છે જે પરિવાર સાથે બેસીને સાંભળી શકાય.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.