Western Times News

Gujarati News

નાગરિકોને હવે મોબાઈલથી મળશે સાંસદ કાર્યાલયની સેવાઓ: વડોદરામાં “MP ઓફિસ ઈ-પોર્ટલ” લોન્ચ

અટલ સાંસદ જનસેવા કેન્દ્ર ખાતે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના વરદ હસ્તે પોર્ટલનું વિધિવત લોન્ચિંગ

દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ઈ-ગવર્નન્સને પ્રોત્સાહન આપતા સાંસદ ડો. હેમાંગભાઇ જોશીના એક નવતર પ્રયોગના ભાગરૂપે એમપી ઓફિસ ઈ-પોર્ટલનું આજે વડોદરામાં લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. અટલ સાંસદ જનસેવા કેન્દ્રવડોદરા ખાતે યોજાયેલ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના વરદ હસ્તે આ પોર્ટલનું વિધિવત લોન્ચિંગ કરવામાં આવ્યું.

 આ પોર્ટલ દ્વારા નાગરિકોને હવે સાંસદ કાર્યાલય સંબંધિત વિવિધ સેવાઓ અને માહિતી પોતાના મોબાઈલના ફિંગરટિપ્સ પર ઉપલબ્ધ થશે. ડિજિટલ ઇન્ડિયા તરફ આગળ વધી રહેલા દેશમાં નાગરિકોને નાની નાની બાબતો માટે સરકારી કચેરીઓના ધક્કા ન ખાવા પડે તે હેતુસર આ ઈ-પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે.

 આ પોર્ટલના માધ્યમથી નાગરિકો સાંસદ સાથે મુલાકાત માટે અપોઇન્ટમેન્ટ માંગણી કરી શકશેઆગામી કાર્યક્રમો અને ઇવેન્ટ્સનું શેડ્યૂલ જાણી શકશે તેમજ એમપી લેડ્સ (MP-LADS) હેઠળના વિકાસકાર્યોની માહિતી પણ મેળવી શકશે. સાથે જ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશેની માહિતી પણ સરળતાથી ઉપલબ્ધ થશે.

 આ ઉપરાંત નાગરિકો ઘરે બેઠા જ પોર્ટલ મારફતે પોતાની રજૂઆતો અને સૂચનો પણ સાંસદ કાર્યાલય સુધી પહોંચાડી શકશેજેના પરિણામે સમય અને ખર્ચ બંનેની બચત થશે. લોકસભા સત્ર દરમિયાન સાંસદ દિલ્હી ખાતે હોય ત્યારે પણ નાગરિકોની રજૂઆતો સીધી પોર્ટલ મારફતે પ્રાપ્ત થઈ શકશે અને તેને ઇમેઇલ અથવા ટેલિફોનિક સંદેશ દ્વારા યોગ્ય પ્રતિસાદ આપી શકાશે.

 નાગરિકો 95127 69834 નંબર પર “Namaste” લખીને સંદેશ મોકલશે તો તરત જ એમપી ઓફિસ પોર્ટલનું મુખ્ય મેનુ તેમના મોબાઈલ પર ઉપલબ્ધ થશે. આ મેનુ મારફતે સાંસદનો સંપર્કસોશિયલ મીડિયા લિંક્સઅપોઇન્ટમેન્ટ રિક્વેસ્ટએમપી લેડ્સના કાર્યોની માહિતી સહિત વિવિધ સેવાઓનો લાભ મેળવી શકાશે.

 હાલમાં પોર્ટલ અંગ્રેજી ભાષામાં ઉપલબ્ધ છેપરંતુ આગામી સમયમાં તેને ગુજરાતી અને હિન્દી ભાષામાં પણ ઉપલબ્ધ બનાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. આ પહેલ વડોદરા જિલ્લામાં ઈ-ગવર્નન્સને વધુ મજબૂત બનાવશે અને નાગરિકો તથા જનપ્રતિનિધિઓ વચ્ચે ઝડપી અને પારદર્શક સંવાદ સુનિશ્ચિત કરશે.

 આ વેળાએ રાજ્ય મંત્રી શ્રી મનિષાબેન વકીલદંડક શ્રી બાળકૃષ્ણભાઇ શુક્લસાંસદ ડો. હેમાંગભાઇ જોશીજિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી ગાયત્રીબામહિડા ધારાસભ્ય સર્વ શ્રી યોગેશભાઇ પટેલશ્રી શૈલેષભાઇ મહેતાશ્રી ચૈતન્યસિંહ ઝાલાશ્રી ચૈતન્યભાઇ દેસાઇશ્રી કેયુરભાઇ રોકડિયાશ્રી કેતનભાઇ ઇનામદાર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.