Western Times News

Gujarati News

બેઝિક સેવિગ્‍સ એકાઉન્‍ટ્‍સ પર મિનિમમ બેલેન્‍સ નહીં રાખવા બદલ કોઈ દંડ વસૂલવામાં આવશે નહીં

નવી દિલ્‍હી, PM જન ધન યોજના સહિત ૭૨ કરોડ બેઝિક સેવિગ્‍સ એકાઉન્‍ટ્‍સ પર મિનિમમ બેલેન્‍સ નહીં રાખવા બદલ કોઈ દંડ વસૂલવામાં આવશે નહીં, એમ સરકારે મહત્ત્વની માહિતી આપી. નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્‍યું હતું કે પીએમ જન ધન યોજના (પીએમજેડીવાય) હેઠળ આવતા બેન્‍ક એકાઉન્‍ટ્‍સ સહિત લગભગ ૭૨ કરોડ બેઝિક સેવિગ્‍સ બેન્‍ક ડિપોઝિટ એકાઉન્‍ટ્‍સ (બીએસબીડીએ) પર મિનિમમ બેલેન્‍સ નહીં રાખવા બદલ કોઈ દંડ વસૂલવામાં આવશે નહીં.

લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં તેમણે જણાવ્‍યું હતું કે બેન્‍ક બેસિક સેવિગ્‍સ બેન્‍ક ડિપોઝિટ એકાઉન્‍ટ્‍સમાં ઝીરો બેલેન્‍સ સેવિગ્‍સ એકાઉન્‍ટની સુવિધા આપે છે, જેમાં પ્રધાનમંત્રી જન ધન યોજના હેઠળ ખોલવામાં આવેલા ખાતાઓનો સમાવેશ થાય છે, જેથી બેન્‍કિંગ સુવિધાઓ તમામને મળી શકે, ખાસ કરીને બેન્‍કિંગ સુવિધાઓ વિનાના, નબળા અને નાના થાપણદારો માટે અને નાણાકીય સમાવેશને પ્રોત્‍સાહન મળી શકે.

આ ખાતાઓમાં કોઈ પણ મિનિમમ બેલેન્‍સ રાખવાની જરૂર હોતી નથી અને ખાતાધારકોને કોઈપણ દંડ વસૂલ્‍યા વિના થાપણો, રૂપિયા ઉપાડવા અને એટીએમ જેવી મૂળભૂત બેન્‍કિગ સેવાઓ મફતમાં પૂરી પાડવામાં આવે છે. સીતારમણે કહ્યું હતું કે પીએમજેડીવાય ખાતાઓ સહિત લગભગ ૭૨ કરોડ બીએસબીડીએ પર મિનિમમ બેલેન્‍સ ન રાખવા બદલ કોઈ દંડ લાગુ પડતી નથી.

  • 🏦 ઝીરો બેલેન્સ સુવિધા: PMJDY હેઠળ ખોલાયેલા ખાતાઓ સહિત BSBDA ખાતાઓમાં મિનિમમ બેલેન્સ રાખવાની ફરજ નથી.
  • 💳 મફત સેવાઓ: થાપણ, રૂપિયા ઉપાડવા, ATM જેવી મૂળભૂત બેંકિંગ સેવાઓ દંડ વગર ઉપલબ્ધ રહેશે.
  • 📊 અન્ય ખાતાઓમાં ચાર્જ: કરંટ અને સામાન્ય સેવિંગ્સ ખાતાઓમાં મિનિમમ એવરેજ બેલેન્સ ન રાખવા બદલ બેંકો ચાર્જ વસૂલી શકે છે, પરંતુ તે RBIના નિયમો મુજબ યુક્તિસંગત અને પારદર્શક હોવા જોઈએ.
  • 💰 ચાર્જથી આવક: 2022-23 થી 2024-25 દરમિયાન જાહેર ક્ષેત્રની બેંકોએ આવા ચાર્જથી ₹8,092.83 કરોડ એકત્ર કર્યા, જે તેમની કુલ આવકનો માત્ર 0.23% છે.
  • રાહત પગલાં: SBIએ માર્ચ 2020થી બચત ખાતાઓમાં મિનિમમ બેલેન્સ દંડ સંપૂર્ણપણે માફ કર્યો હતો. 2025માં નવ જાહેર ક્ષેત્રની બેંકોએ આવા ચાર્જ માફ કર્યા અને બે બેંકોએ તેને યુક્તિસંગત બનાવ્યા.
  • ખાનગી ક્ષેત્રની બેંકો (HDFC Bank, Axis Bank, ICICI Bank વગેરે) હજુ પણ મિનિમમ બેલેન્સ ન રાખવા બદલ દંડ વસૂલતી રહે છે.
    • HDFC Bankએ 3 વર્ષમાં ₹3,800 કરોડથી વધુ વસૂલ્યા.
    • Axis Bank અને ICICI Bankએ પણ મોટી રકમ વસૂલી છે.

🔑 મહત્વના મુદ્દા

  • જાહેર ક્ષેત્રની મોટાભાગની બેંકો (ખાસ કરીને SBI, BoB, Indian Bank, PNB, Canara Bank) હવે બચત ખાતાઓમાં મિનિમમ બેલેન્સ દંડ વસૂલતી નથી.
  • ખાનગી બેંકો હજુ પણ આ ચાર્જ વસૂલતી રહે છે, અને તે તેમની આવકનો મહત્વનો ભાગ છે.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.