Western Times News

Gujarati News

જીમમાં આવતી મહિલાઓને પ્રેમજાળમાં ફસાવાતી હોવાની ફરિયાદો ઉઠતા પોલીસ એકશનમાં

પ્રતિકાત્મક

જીમમાં હવે વોઈસ રેકોર્ડીંગવાળા સીસીટીવી કેમેરા લગાવવા પડશે- ટ્રેનરોની પ્રોફાઈલ અને દસ્તાવેજોની ચકાસણીમાં કોઈ કચાશ રાખનાર જીમ સંચાલકો સામે કડક પગલાં લેવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

સુરત, સુરતના જીમોમાં આવતી મહિલા-યુવતીઓને પ્રેમજાળમાં ફસાવી બ્લેક મેઈલ કરાતી હોવાની ફરિયાદો ઉઠતા સુરત એસઓજી પોલીસ એકશનમાં આવી છે. પોલીસે જીમ સંચાલકો સાથે બેઠક યોજી સ્પષ્ટતા સૂચના આપી હતી. જીમમાં હવે વોઈસ રેકોર્ડીગ સાથેના સીસીટીવી રાખવાના રહેશે. જો પર્સાનલ મેરેજ કરી કનડગત કરતા ઝડપાશે તો જીમ સંચાલક સામે પણ કાયદેસરની કાર્યવાહી કરાશે.

સુરત એસઓજી પોલીસ દ્વારા વેસુ, પીપલોદ, રાંદેર, અડાજણ અને પાલ વિસ્તારના જીમ માલિકોને પોલીસ મથકે બોલાવવામાં આવ્યા હતા. બેઠકમાં પોલીસે સ્પષ્ટ કર્યું હતું કે, જીમ એ કસરત કરવાનું સ્થળ છે. અનૈતિક પ્રવૃત્તિઓનું નહીં.

ડીસીપી રાજદીપસિંહ નકુમે સૂચના આપી છે કે, જીમમાં કોઈ પણ ટ્રેનરને રાખતા પહેલાં તેનું સંપૂર્ણ સ્કેનિંગ કરવું અનિવાસ્ય છે. ટ્રેનરોની પ્રોફાઈલ અને દસ્તાવેજોની ચકાસણીમાં કોઈ કચાશ રાખનાર જીમ સંચાલકો સામે કડક પગલાં લેવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

પોલીસે કડક વલણ અપનાવતા કહ્યું છે કે ટ્રેનરોએ કોઈપણ સભ્ય સાથે પર્સનલ મેસેજની આપ-લે કરવી નહીં. જો કોઈ ટ્રેનર આવી પ્રવૃત્તિમાં સંડોવાયેલો જણાશે તો તેની ધરપકડ તો થશે જ, પણ સાથે જીમ સંચાલકની જવાબદારી પણ નક્કી કરાશે. ઉપરાંત જો કોઈ પણ જીમમાં મહિલાઓની છેડતી, બ્લેકમેઈલિંગ કે ધર્માંતરણના હેતુથી કરાતા જીમ જેહાદ જેવી પ્રવૃત્તિના ઈનપુટ મળશે તો કાર્યવાહી કરવામાં આવશે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.