Western Times News

Gujarati News

ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે કુલ 34 અત્યાધુનિક ટ્રેન સેટ્સનો ઓર્ડર આપ્યો

અમદાવાદ-ગાંધીનગર કોરિડોરના મુસાફરો માટે ટ્રેનની ફ્રીકવન્સી વધશે

ગુજરાતમાં હાલ 108 કિમી મેટ્રો રેલ નેટવર્કઆગામી વર્ષોમાં 190 કિમી સુધી વિસ્તરવાનો અંદાજ

અમદાવાદ,   ગુજરાત સરકારે 34 અત્યાધુનિક મેટ્રો ટ્રેનસેટ્સ માટે ઓર્ડર આપ્યો છેજેમાં અમદાવાદ મેટ્રો ફેઝ-II માટે 10 ટ્રેનસેટ અને સુરત મેટ્રો માટે 24 ટ્રેનસેટનો સમાવેશ થાય છે. આ ટ્રેનો કોલકાતામાં ટીટાગઢની અદ્યતન મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી ખાતે બનાવવામાં આવી રહી છેજે હાઇ-ટેક અર્બન મોબિલિટી સોલ્યુશન્સ ક્ષેત્રે ભારતની વધતી જતી આત્મનિર્ભરતા દર્શાવે છે.

આ પહેલ ગુજરાતમાં જાહેર પરિવહન સુવિધાઓને તો મજબૂત કરશે જસાથે-સાથે દેશની ઉત્પાદન ક્ષમતાઓને પણ ઉજાગર કરશે. આ પહેલ રોજગાર અને કૌશલ્ય વિકાસની તકો પેદા કરશે તેમજ તેના થકી વિદેશી હૂંડિયામણની પણ બચત થશે.

 ઉલ્લેખનીય છે કેવડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે રાજ્યમાં મેટ્રો ટ્રેન શરૂ કરવાનું સ્વપ્ન સેવ્યું હતુંઅને તેમના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં અમદાવાદ અને સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટ્સ શરૂ કરવામાં આવ્યા હતા. આજે તેમના સુદૃઢ માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ્સ ફેઝ-1 અને ફેઝ-2 સફળતાપૂર્વક શરૂ કરવામાં આવ્યા છેઅને અમદાવાદ-ગાંધીનગરના લાખો નાગરિકો મેટ્રો ટ્રેનનો લાભ મેળવી રહ્યા છે.

મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વ હેઠળ આજે રાજ્ય શહેરી પરિવહન માળખાને મજબૂત કરવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભરી રહ્યું છે. અમદાવાદ મેટ્રો ફેઝ-2 હેઠળ અમદાવાદ-ગાંધીનગર કોરિડોરમાં, 68.2 કિમી મેટ્રો નેટવર્ક પહેલેથી જ કાર્યરત છેજેમાં હાલમાં 32 ટ્રેનસેટ્સ સેવામાં છે. તેમાં વધુ 10 ટ્રેનસેટ્સનો ઉમેરો થવાથી મુસાફરોના પરિવહન માટે ટ્રેનની ફ્રીકવન્સી વધી જશેટ્રેનો માટે રાહ જોવાનો સમય ઘટશે અને મુસાફરોને વધુ સારી સુવિધા મળશે.

 હાલમાંસુરત ખાતે 40.3 કિમી લાંબા મેટ્રો રેલ નેટવર્કનું બાંધકામ ઝડપથી આગળ વધી રહ્યું છે. સુરત મેટ્રો માટે 24 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપવામાં આવ્યો છેજે પૂર્ણ થયે સુરત શહેર ટકાઉ શહેરી પરિવહનના મજબૂત વિસ્તરણનું સાક્ષી બનશે. આ વિકાસ પરિવહન સુવિધાને સરળ બનાવશેભીડમાં ઘટાડો કરશે અને સુરતની વધતી જતી શહેરી વસ્તી માટે લાભકારી બનશે.

 ગુજરાત રાજ્યમાં હાલમાં મેટ્રો રેલ નેટવર્ક 108 કિમી સુધી વિસ્તરેલું છેઅને આગામી વર્ષોમાં 190 કિમી સુધી તેનું વિસ્તરણ થવાનો અંદાજ છે. તેમાં 6.04 કિમીની અગાઉથી આયોજિત એરપોર્ટ લાઇનનો પણ સમાવેશ થાય છેજે કનેક્ટિવિટીને વધુ મજબૂત બનાવશે. વધુમાંરાજકોટ અને વડોદરા જેવા અન્ય મુખ્ય શહેરોમાં પણ મેટ્રો રેલ સેવાઓનું વિસ્તરણ કરવા માટેની દરખાસ્તો વિચારણા હેઠળ છેજેથી રાજ્યભરમાં આધુનિકકાર્યક્ષમ અને પર્યાવરણને અનુકૂળ પરિવહનના લાભો વધુ ને વધુ નાગરિકો સુધી પહોંચે તે સુનિશ્ચિત કરી શકાય.

 ગુજરાતમાં નવી મેટ્રો સિસ્ટમ્સ અત્યાધુનિક ડ્રાઇવરલેસ (ડ્રાઇવર વગરની) ટેક્નોલોજીથી સજ્જ હશેજે સમયપાલકતાસલામતી અને ઊર્જા કાર્યક્ષમતા સુનિશ્ચિત કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. આ ટ્રેનોમાં રિયલ-ટાઇમ મોનિટરિંગ અને ઓટોમેટેડ બ્રેકિંગ સિસ્ટમ્સઑપ્ટિમાઇઝ્ડ સ્પીડ પ્રોફાઇલ્સ અને ઇન્ટેલિજન્ટ ફોલ્ટ ડાયગ્નોસ્ટિક્સ હશેજે વિશ્વસનીય કામગીરીની ગેરંટી આપે છે.

વધુમાંસીસીટીવી સર્વેલન્સફાયર ડિટેક્શન સિસ્ટમ્સફેઇલ-સેફ ડોર ઓપરેશન્સ અને ઓબ્સ્ટેકલ ડિટેક્શન એટલે કે અવરોધોને શોધવા માટેની પદ્ધતિઓ જેવા મુસાફરો-કેન્દ્રિત સુધારાઓ મુસાફરોને સુરક્ષિત અને સરળ મુસાફરીનો અનુભવ પ્રદાન કરશે. આ નવીન વિશેષતાઓ ગુજરાતની મેટ્રો ટ્રેનોને આધુનિકસ્માર્ટ અને ટકાઉ શહેરી પરિવહનના મોડેલ તરીકે સ્થાપિત કરશે.

 એક્સપ્રેસવેથી લઈને હાઈ-સ્પીડ રેલ સુધીગુજરાત ભારતના પરિવહન માળખાના વિકાસમાં સતત અગ્રેસર રહ્યું છે. ગુજરાતનો આગામી બુલેટ ટ્રેન પ્રોજેક્ટદાહોદ ખાતે ભારતનું પ્રથમ 9000 HP લોકોમોટિવ એન્જિનનું ઉત્પાદન કરતી ફેક્ટરીઅને નમો ભારત ટ્રેનો તેના મજબૂત ઉદાહરણો છે. ગુજરાતના મેટ્રો રેલ પ્રોજેક્ટ્સ સમયસર અમલીકરણતકનીકી નવીનીકરણ અને ટકાઉ શહેરી વિકાસ પ્રત્યેની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતાનું શાનદાર ઉદાહરણ છે. ટ્રાન્સપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે વિકાસ દ્વારા ગુજરાત આત્મનિર્ભર અને વિકસિત ભારતનું નિર્માણ કરવાના વડાપ્રધાનશ્રીના વિઝનને સાકાર કરવામાં મહત્વપૂર્ણ યોગદાન નોંધાવી રહ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.