Western Times News

Gujarati News

યુદ્ધના ફેક વીડીયોના મામલે UAEમાં ૧૯ ભારતીય સહિત ૩પની ધરપકડ

મિસાઈલો-વિસ્ફોટોના ફેક વીડીયો પોસ્ટ કરવાનો આરોપ

(એજન્સી)દુબઈ, મધ્યપૂર્વમાં સંઘર્ષ વચ્ચે યુનાઈટેડ આરબ અમીરાત યુએઈ એયુદ્ધ અંગે સોશીયલ મીડીયા પર ભ્રામક અને ફેક વીડીયો પોસ્ટ કરવાના આરોપમાં ૧૯ ભારતીયોને સહીત ૩પ લોકોની ધરપકડ કરવાનો આદેશ આપ્યો હતો.આરોપીઓ મિસાઈલો અને વિસ્ફોટોના ફેક વીડીયો પોસ્ટ કર્યા હતા.

સત્તાવાર ન્યુઝ એજન્સી વેયે જણાવ્યું હતુંકે, આરોપીઓને સામે ઝડપથી ટ્રાયલ ચલાવવામાં આવશે. રવીવારે જાહેર થયેલી યાદીમાં ૧૭ ભારતીય સહીત વિવિધ દેશોના રપ લોકોના નામ હતાં અગાઉ શનીવારે બે ભારતીય સહીત ૧૦ની ધરપકડનો આદેશ અપાયો હતો. તપાસમાં બહાર આવ્યું હતુંકે આ આરોપીઓને ત્રણ જુદા જુથોમાં વહેચી શકાય છે.

પ્રથમ જુથના ૧૦ લોકોએ દેશની એરસ્પેસમાં મિસાઈલ હુમલાના અથવા તેને તોડી પાડવાના અસલી વીડીયો પોસ્ટ કર્યા હતા. પરંતુ તેમાં ટીપ્પણીઓ અને સાઉન્ડ ઈફેકટસ ઉમેરવામાં આવ્યા હતાં. જેથી લોકોમાં ભય અને ગભરાટ ફેલાય. આ જુથમાં પાંચ ભારતીયો એક પાકિસ્તાની એક નેપાળી બે ફિલીપીનો અને એક ઈજીપ્તનય સામેલ છે.

આવા ફુટેજથી ઈજીપ્તયન સામેલ છે. આવા ફુટેજથી દેશની ડિફેન્સીવ ક્ષમતા સામે જોખમ ઉભું થાય છે. દુશ્મની એકાઉન્ટસને ભ્રામક માહિતી ફેલાવવાનું પ્રોત્સાહન મળે છે. બીજા જુથે એઆઈ દ્વારા બનાવેલ વીડીયો કલીપ પોસ્ટ કરી હતી. અથવા દેશની બહાર થયેલા હુમલાના ફુટેજ જારી કર્યા હતા. અન દાવો કર્યો હતો. કે તે ઘટના દેશમાં બની હતી.

આ કિલપ્સમાં વિસ્ફોટો અને મિસાઈલોના એઆઈ વીડીયો હતા. ખોટા દાવાઓને વિશ્વસનીયતા આપવા અને જનતાને ગેરમાર્ગે દોરવા માટે રાષ્ટ્રીય ધ્વજ અથવા ચોકકસ તારીખો દર્શાવવામાં આવી હતી. આ જુથમાં સાત વ્યકિતઓનો સમાવેશ થાય છે.

જેમાં પાંચ ભારતીયો તથા નેપાળ અને બાંગ્લાદેશના એક-એક વ્યકિતનો સમાવેશ થાય છે. ત્રીજા જુથ ના છ લોકોએ એક દુશ્મન દેશ અને તેના સૈન્યની પ્રશંસા કરતો સામગ્રી શેર કરી હતી. આ જુથમાં પાંચ ભારતીયો અને એક પાકિસ્તાની સામેલ છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.