Western Times News

Gujarati News

૧૦ વર્ષની યાદગાર સફર બાદ પ્લેબેક સિંગિંગમાંથી નિવૃત્તિ જાહેર

જીગરાએ શેર કરી પોસ્ટ

‘જીગરા’ તરીકે લોકપ્રિય જિગરદાન ગઢવીની અચાનક નિવૃત્તિથી ફેન્સમાં આશ્ચર્ય અને નિરાશાનો માહોલ

મુંબઈ,ગુજરાતી પ્લેબેક સિંગર, ગીતકાર અને સંગીતકાર જિગરદાન ગઢવીએ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ૧૦ વર્ષની સફળ સફર બાદ પ્લેબેક સિંગિંગમાંથી નિવૃત્તિની આશ્ચર્યજનક જાહેરાત કરી છે. સિંગરે રામ નવમીના દિવસે કરેલી આ જાહેરાતથી ગુજરાતી ઈન્ડસ્ટ્રી અને ફેન્સ ચોંકી ગયા છે. જોકે તેઓ સ્વતંત્ર સંગીત અને લાઈવ શોમાં સક્રિય રહી શકે છે.

જિગરદાનની પોસ્ટમાં આદિત્ય ગઢવી, મલ્હાર ઠાકર અને સિદ્ધાર્થ અમિત ભાવસાર જેવા જાણીતા કલાકારોએ પણ પ્રતિક્રિયા આપી છે. એક્ટ્રેસ આરોહી પટેલે કોમેન્ટમાં પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, દુસરો કે લિયે ગાના ગાને કા ટાઈમ ખતમ!! ખુદ કે લિયે ગાને બનાને કા સમય શરૂ..’, મોટાભાગના ફેન્સ આ નિર્ણય પાછળનું કારણ જાણવા ઉત્સુક છે. જોકે, હજી સુધી જિગરદાનની નિવૃત્તિ પાછળનું કારણ જાણી શકાયું નથી. શું હવે તે બોલિવૂડ માટે ગીતો ગાવશે? નિવૃત્તિ પછી તે હવે ગરબા ઈવેન્ટ્‌સ કરશે કે કેમ? જેવા સવાલો ફેન્સના મનમાં ઉભા થઈ રહ્યા છે.

૨૧ માર્ચ ૨૦૨૬ના રોજ જિગરદાન ગઢવીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે, ‘મને વારંવાર પૂછવામાં આવે છે કે, હું બોલિવૂડમાં ગીતો કેમ નથી ગાતો. પરંતુ હકીકત એ છે કે, મને હિન્દી ફિલ્મો માટે સિંગિંગ અને કંપોઝ કરવાની ઘણી તકો મળી છે. પરંતુ દરેક વખતે, એક જ શરત હતીઃ લાંબા સમયના કોન્ટ્રાકટ. જે ખરેખર મારા નિયંત્રણમાં ક્યારેય નહોતા. આજના ઘણા મોટા નામો પ્રસિદ્ધિ મેળવે તે પહેલા જ મને એક મહત્વપૂર્ણ વાત સમજાઈ ગઈ. મોટી કોર્પાેરેટ સિસ્ટમ્સ હંમેશા કલાકારને નહીં પરંતુ તે પ્રોડક્ટને પ્રાયોરિટી આપે છે અને હું ક્યારેય એ બનવા તૈયાર ન હતો.’ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.