Western Times News

Gujarati News

જો લોકો મારી પાસે વન્ડર વુમન જેવી સુપર હીરોની અપેક્ષા રાખે છે, તો એ ભુલી જાય : અદા શર્મા

ધ કેરાલા સ્ટોરી અને બસ્તર ફિલ્મની અદા શર્માએ કહ્યું

એક્ટ્રેસ અદા શર્મા હવે તેલુગુ ફિલ્મ ‘સુપર વેલી’માં એક અનોખી ફીમેલ સુપરહીરોના રોલમાં જોવા મળશે

મુંબઈ,ધ કેરાલા સ્ટોરી અને બસ્તર ફિલ્મથી જાણીતી થયેલી એક્ટ્રેસ અદા શર્મા હવે તેલુગુ ફિલ્મ ‘સુપર વેલી’માં એક અનોખી ફીમેલ સુપરહીરોના રોલમાં જોવા મળશે. આ ફિલ્મ વિશે વાત કરતાં તેણે ખૂબ જ મજેદાર અને અલગ અંદાજમાં પોતાના વિચારો કહ્યાં હતાં.અદાએ જણાવ્યું કે ફિલ્મનો વિચાર એક સરળ પરંતુ રસપ્રદ પ્રશ્નથી આવ્યોઃ “જો સુપરપાવર ધરાવતી વ્યક્તિ દુનિયામાં સૌથી વધુ આળસુ હોય તો?

સામાન્ય રીતે સુપરહીરો ફિલ્મો પૂછે છે—‘દુનિયાને કોણ બચાવશે?’ પરંતુ સુપર વેલી પૂછે છે—‘દુનિયા બચાવવી ખરેખર જરૂરી છે કે કાલે કરી શકીએ?’”તેણે મજાકમાં ઉમેર્યું, “જો લોકો આ ફિલ્મ પાસે ‘વન્ડર વુમન’ જેવી બહાદુર યોદ્ધાની અપેક્ષા રાખે છે, તો તરત જ પોતાની અપેક્ષા ઓછી કરી દે. સુપર વેલી દુનિયા બચાવી શકે છેપ પણ માત્ર ત્યારે જ જ્યારે તેને મન થાય!”આ પાત્ર ભજવવાનાં અનુભવ વિશે અદાએ કહ્યું કે આ ખૂબ મજાનો અનુભવ છે, કારણ કે આ સુપરહીરો પરંપરાગત હીરો જેવી નથી.“તે આળસુ, ગેરજવાબદાર, અસ્થિર અને કદાચ ખતરનાક પણ છે—એટલે કે એવી વ્યક્તિ જેની પાસે સુપરપાવર હોવો જ ન જોઈએપ અને એ જ તેને પરફેક્ટ બનાવે છે!”

અદાએ પોતાના સ્ટન્ટ્‌સ વિશે પણ વાત કરી. તેણે કહ્યું કે પોતે સ્ટન્ટ્‌સ કરવા ખુબ એડિક્ટિવ હોય છે. ‘૧૯૨૦’માં તેણે ૪૦ ફૂટના થાંભલા પર ચઢવું અને સીડી પર હાથથી ચાલવું જેવા સ્ટન્ટ્‌સ કર્યા હતા—એ પણ CGI વગર.જ્યારે તેનાં ફેવરિટ સુપરહીરો વિશે પૂછાયું, ત્યારે અદાએ કહ્યું, “મારા માટે સૌથી મોટા સુપરહીરો હનુમાનજી છે—તેમનામાં શક્તિ, ભક્તિ, બુદ્ધિ અને વિનમ્રતા બધું છે, એ પણ કોઈ ગેજેટ કે સૂટ વગર!”ss1

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.