Western Times News

Gujarati News

બોલિવુડમાં વધુ એક નેપો કિડનું આગમન

સાજિદની પહેલી પત્ની દિવ્યા ભારતીની યાદમાં ફિલ્મને ‘ઐસી દિવાનગી’ ટાઈટલ આપવામાં આવ્યું

સાજિદ નડિયાદવાળાના પુત્ર સુભાનની પહેલી ફિલ્મનું શૂટિંગ શરુ

મુંબઈ,પ્રોડયૂસર સાજિદ નડિયાદવાળાનો પુત્ર સુભાન એક્ટર બન્યો છે. તેની પહેલી ફિલ્મ ‘ઐસી દિવાનગી’નું શૂટિંગ શરુ થયું છે. સાજિદે પોતાની પહેલી પત્ની દિવ્યા ભારતીની યાદમાં આ ફિલ્મનું ટાઈટલ ‘ઐસી દિવાનગી’ રાખ્યું છે. ઉલ્લેખનીય છે કે સ્વ. દિવ્યા ભારતીની પહેલી ફિલ્મ ‘દિવાના’નું આ ગીત ત્યારે સુપરહિટ થયું હતું. સુભાનની ફિલ્મનું દિગ્દર્શન શશાંક ખેતાનનું છે. શશાંક ખૈતાન મૂળ કરણ જોહરની પ્રોડક્શન કંપનીના ડાયરેક્ટર રહી ચૂક્યા છે. સાજિદે પોતાના પુત્રને લોન્ચ કરવા માટે તેમની પસંદગી કરી છે. ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.