Western Times News

Gujarati News

એસ.એસ. રાજામૌલીની ફિલ્મ માટે હૈદરાબાદમાં ફરી રચાયું કાશી

ભવ્ય સેટ્‌સની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ

ફિલ્મ ત્રેતાયુગથી લઈને ૨૦૨૭ સુધીની સમયરેખામાં ફેલાયેલી છે. તેથી સેટને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે

મુંબઈ,ફિલ્મમેકર એસ.એસ. રાજામૌલી પોતાની ફિલ્મો મૌન રહીને બનાવી નાખવા માટે જાણીતા છે, તેમનો આગામી મેગા પ્રોજેક્ટ ‘વારાણસી’ પણ એમાંથી અપવાદ નથી. પરંતુ તાજેતરમાં બહાર આવેલી કેટલીક તસવીરોમાં ફિલ્મ સેટની અંદરની ઝલક મળી છે, જેણે આ ફિલ્મના ભવ્ય સ્કેલ અને ટેન્કિકલ કારીગરીનો અણસાર આપી દીધો છે.

ફિલ્મમાં મહેશ બાબુ, પ્રિયંકા ચોપરા અને પૃથ્વીરાજ સુકુમારન મુખ્ય ભુમિકામાં છે. આ સાય-ફાઈ એપિકમાં ટાઈમ ટ્રાવેલનો કોન્સેપ્ટ છે અને તેની કહાની વિવિધ યુગોમાં ફેલાયેલી છે.વાસ્તવિક વારાણસી (કાશી) માં શૂટિંગ કરવું ખૂબ જ મુશ્કેલ હોવાથી, રાજામૌલીએ હૈદરાબાદમાં ખુલ્લી જમીન પર આખું શહેર ફરીથી ઉભું કર્યું છે. સેટમાં વારાણસીના ઘાટ, સાંકડી ગલીઓ અને પ્રાચીન મંદિરોને અત્યંત ચોકસાઈથી ઉભાં કરવામાં આવ્યા છે. દરેક ઇમારત માટે રીઅલ રેફરન્સ ઈમેજ, માપ અને આર્કિટેક્ચરલ ડિટેઈલ્સનો ઉપયોગ થયો છે, જેથી અસલીપણું જળવાઈ રહે.

આ સેટનું સૌથી મોટું આકર્ષણ છે રત્નેશ્વર મહાદેવ મંદિર, જે તેની ઢળી ગયેલી રચના માટે જાણીતું છે. ફિલ્મમાં આ મંદિરને પણ તેનાં મૂળ ઢોળાવ અને ઊંડાઈ સાથે જ ફરી બનાવવામાં આવ્યું છે, જે એકદમ હૂબહૂ લાગે છે.ફિલ્મ ત્રેતાયુગથી લઈને ૨૦૨૭ સુધીની સમયરેખામાં ફેલાયેલી છે. તેથી સેટને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે કે તેને વિવિધ સમયગાળાઓ પ્રમાણે બદલાવી શકાય. કેટલીક ઇમારતોને તો જમીનમાં ૧૨ ફૂટ સુધી નીચે બેસાડીને બનાવવામાં આવી છે, જેથી જરૂર પડે ત્યારે તેમને ફરી ઊંચી કરીને અલગ સમયગાળાનું રૂપ આપી શકાય.

આ પ્રોજેક્ટ ફરી એકવાર સાબિત કરે છે કે એસ.એસ. રાજામૌલી માત્ર ફિલ્મ બનાવતા નથી, તેઓ આખી દુનિયા સર્જે છે.‘વારાણસી’નું ટાઇટલ અને ફર્સ્ટ લુક હૈદરાબાદના રામોજી ફિલ્મ સિટીમાં ભવ્ય ઇવેન્ટમાં લોન્ચ થયું હતું, જ્યાં લગભગ ૫૦,૦૦૦ ચાહકો હાજર રહ્યાં હતાં. આ ફિલ્મને અત્યાર સુધીની ભારતની સૌથી મોંઘી ફિલ્મ માનવામાં આવી રહી છે અને તે એપ્રિલ ૨૦૨૭માં રિલીઝ થવાની તૈયારીમાં છે. ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.