Western Times News

Gujarati News

‘તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા ૨’ મેડોક ફિલ્મ્સમાં કામ ચાલુ

મુંબઈ, હિટ રોબોટ લવ સ્ટોરી હવે વધુ મોટી અને સ્ટાર-સ્ટડેડ સિક્વલ માટે તૈયાર થઈ રહી છે. ‘તેરી બાતોં મેં ઐસા ઉલઝા જિયા’ની પ્રભાવશાળી બોક્સ આૅફિસ સફળતા અને મજબૂત પ્રતિસાદ બાદ, મેડોક ફિલ્મ્સે શાંતિથી તેની સિક્વલ પર કામ શરૂ કરી દીધું છે.

એવા અહેવાલો છે કે, શાહિદ કપૂર અને ક્રિતિ સેનનની આ સાય-ફાઈ રોમેન્ટિક કોમેડી, જે પ્રેમ અને ટેન્કોલોજી પરના અનોખા અભિગમ માટે લોકપ્રિય બની, હવે વધુ મોટી ળેન્ચાઇઝી તરીકે વિસ્તારવામાં આવી રહી છે.સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, સિક્વલમાં શાહિદ કપૂર અને ક્રિતિ સેનન ફરી પોતાની ભૂમિકામાં જોવા મળશે, જ્યારે જાહ્નવી કપૂર પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં જોડાવાની અપેક્ષા છે. “ફિલ્મની વાર્તા જ્યાં તે સમાપ્ત થઈ હતી, ત્યાંથી જ આગળ વધશે.”

ફિલ્મની બીજી કડી વધુ મોટા સ્કેલ પર કન્સેપ્ટને આગળ ધપાવશે.એક અન્ય સુત્રએ જણાવ્યું, “હાલમાં સ્ક્રિપ્ટ પર કામ ચાલી રહ્યું છે અને જે આૅગસ્ટ સુધી તૈયાર થવાની અપેક્ષા છે.

નિર્માતાઓ ૨૦૨૭ના આગળના ભાગમાં ફિલ્મનું શૂટિંગ શરૂ કરવાનું વિચારી રહ્યાં છે. જોકે, ઘણું બધું ‘કોકટેલ ૨’ના પ્રદર્શન પર આધારિત રહેશે, કારણ કે તે સ્ટુડિયોની સમયરેખા અને પ્રાથમિકતાઓ નક્કી કરવામાં મદદ કરશે.”જો બધું આયોજન મુજબ જશે, તો ‘તેરી બાતોં મેં ઐસા ઉલઝા જિયા ૨’ મેડોકની કન્ટેન્ટ-ડ્રિવન કમર્શિયલ ફિલ્મોની યાદીમાં વધુ એક રોમાંચક ઉમેરો બની શકે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.